Morbi,તા.01
મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી જુનાગઢ જીલ્લા જેલહવાલે કરવામાં આવ્યો છે
મોરબી એલસીબી ટીમ દ્વારા મોરબી તાલુકા અને માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈય્હાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી તૈયબ ગુલમહમદ માણેક (ઉ.વ.૩૫) રહે વિસીપરા મોરબી મૂળ રહે શિકારપુર તા. ભચાઉ કચ્છ વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કરાયું હતું જેથી એલસીબી ટીમે તૈયબ માણેકને ઝડપી લઈને પાસા એક્ટ તળે ડીટેઈન કરી જુનાગઢ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે