New Delhi,તા.12
‘સ્માર્ટફોનની લત’ આ વિષય પર ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ઘણાં લોકો માને છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ એક વ્યસન સમાન છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન એડિક્શન (એસપીએ) શબ્દનો ઉપયોગ ઘણાં મનોવૈજ્ઞાનિક ટેસ્ટમાં કરવામાં આવી રહ્યો છે.
હવે એક નવાં અભ્યાસમાં પણ આ વાતનો સંકેત આપવામાં આવ્યો છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે સ્માર્ટફોનથી દૂર હોઈએ છીએ ત્યારે આપણાં મગજમાં બદલાવ જોવા મળે છે. આ અભ્યાસ 18 થી 30 વર્ષની વયનાં 25 યુવાનો પર કરવામાં આવ્યો હતો.
તેમને 72 કલાક એટલે કે ત્રણ દિવસ સુધી ફોનથી દૂર રાખવામાં આવ્યાં હતાં. આ પછી, જ્યારે તેમનાં મગજને સ્કેન કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે મગજનાં તે ભાગોમાં ફેરફારો થયાં છે, જે ડોપામાઇન અને સેરોટોનિન સાથે સંકળાયેલાં છે. તે એક પ્રકારનું ન્યુરોટ્રાન્સમીટર છે અને મૂડ, લાગણીઓ અને વ્યસનને નિયંત્રિત કરે છે.
આ સ્ટડીમાં 18 થી 30 વર્ષનાં 25 યુવાનો સામેલ હતાં. દરેક વ્યક્તિ રેગ્યુલર સ્માર્ટફોન વાપરતા હતાં. તેમનાં પર રિસર્ચ કરતાં પહેલાં યુવાનોની શારીરિક અને માનસિક તપાસ કરવામાં આવી હતી. આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે અભ્યાસ દરમિયાન સ્માર્ટફોનના વધુ પડતાં ઉપયોગથી થતી સમસ્યાઓની યુવાનો પર અસર ન થાય. આ સાથે, બે પ્રકારનાં પ્રશ્નોનાં નિવારણ કરવામાં આવ્યાં હતાં, જેમાં યુવાનોનાં મૂડ, સ્માર્ટફોનની આદતો સાથે સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે.
અભ્યાસમાં સામેલ યુવાનોએ ત્રણ દિવસ સુધી પોતાનું દૈનિક કાર્ય કર્યું હતું સાથે સાથે તેમનાં પરિવાર તેઓએ સમય પસાર કર્યો હતો. આ સિવાય તેણે બીજું કોઈ કામ કર્યું ન હતું. આ દરમિયાન યુવાનોનાં મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તેનાં મગજનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.
એફએમઆરઆઈનો ઉપયોગ સ્કેનિંગમાં થતો હતો. ઈએમઆરઆઈનું પૂરું નામ ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ છે. આ એક એવી ટેકનિક છે જેનાં દ્વારા મગજની સક્રિયતા રિયલ ટાઈમમાં જોઈ શકાય છે.
અભ્યાસનાં પરિણામો દર્શાવે છે કે સ્માર્ટફોનનાં ઉપયોગને મર્યાદિત કરવાથી મગજમાં તે જ હિલચાલ જોવા મળી હતી, જ્યારે કોઈ નશાના વ્યસનની નશાથી દૂર હોય છે.