Mumbai, તા.27
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાના આઈપીએલ વિશે એક રહસ્યમય માહિતી આપીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તે IPL 2025 પહેલા પોતાની ટીમમાં જોડાવા માટે ચેન્નાઈ પહોંચ્યો હતો. જોકે, ત્યાં તેમના આગમન કરતાં વધુ તેમની ટી-શર્ટની ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે, ટી-શર્ટ પર કોડના રૂપમાં એક રહસ્યમય માહિતી હતી જે સૂચવે છે કે, IPL 2025 તેમની છેલ્લી IPL હશે. ચાહકોએ ટી-શર્ટ પરના માહિતીને ડીકોડ કરી છે અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. ચાહકો કહે છે કે, આ મોર્સ કોડ છે જેનો અર્થ ’એક છેલ્લી વાર’ થાય છે.
ધોની તાજેતરમાં જિયો હોટસ્ટાર સ્ટુડિયોમાં અભિનેતા સની દેઓલ સાથે ભારત-પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી મેચ જોતો જોવા મળ્યો હતો. આ પહેલા તે સંજુ સેમસન સાથે એક કાર્યક્રમનો ભાગ બન્યો હતો.
અગાઉ, ધોનીએ કહ્યું હતું કે, ફિટ રહેવા અને IPLના બે મહિનાની તૈયારી કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ધોનીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘હું વર્ષમાં ફક્ત થોડા મહિના જ રમું છું, પરંતુ હું. જે રીતે રમવાનું શરૂ કરું છું તેનો આનંદ માણવા માંગુ છું.’
અલબત્ત, છેલ્લા છ થી આઠ મહિનાથી મારે તેના માટે ખૂબ જ મહેનત કરવી પડી છે કારણ કે, IPL સૌથી મુશ્કેલ ટુર્નામેન્ટ પૈકીની એક છે. તમારી ઉંમર કેટલી છે તેની કોઈને પરવા નથી. જો તમે આ સ્તર પર રમી રહ્યા છો તો સ્તર સમાન હોવું જોઈએ.
ધોનીએ કહ્યું કે, દેશ માટે રમવું એ તેની કારકિર્દીની સૌથી મોટી પ્રેરણા હતી કારણ કે તે એવા રાજ્યથી આવે છે જે રમતગમત માટે જાણીતું નથી. તેમણે કહ્યું, ‘જ્યારે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, ત્યારે મારા માટે સૌથી મોટી પ્રેરણા દેશનું પ્રતિનિધિત્વ કરવાની હતી.’ મારા માટે, દેશ હંમેશા મારી પ્રાથમિકતા રહ્યો છે કારણ કે હું જે રાજ્યમાંથી આવું છું તે રાજ્ય ક્રિકેટ માટે જાણીતું નથી. એકવાર મને તક મળી, હું યોગદાન આપવા માંગતો હતો.
તેણે કહ્યું, ‘હું એક એવી વિજેતા ટીમનો ભાગ બનવા માંગતો હતો જે દરેક મેચ જીતવાનો પ્રયાસ કરી રહી હતી, પછી ભલે તે મોટી ટુર્નામેન્ટ હોય કે દ્વિપક્ષીય શ્રેણી. અમે એક ટીમ તરીકે બધું જીતવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારા માટે, મારી સૌથી મોટી પ્રેરણા ભારતને જીત અપાવવામાં મારું યોગદાન હતું. હવે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પણ રમત પ્રત્યેનો પ્રેમ હજુ પણ યથાવત છે.