Morbi,તા.01
મોરબીમાં અવારનવાર મારામારીના ગુનામાં પકડાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા વોરંટ ઈશ્યુ થતા મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ હવાલે કરવામાં આવ્યો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવારનવાર મારમારીના ગુનામાં પકડાયેલ અસામાજિક ઇસમ જયેશ તુલશીભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૩૯) વાળા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીને મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી ઈસમને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ જેલ મોકલવામાં આવ્યો છે