બીજી વખત International Space સ્ટેશનના બન્યા કેપ્ટન

Share:

સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવાના પ્રયાસો ચાલુ રહેલા છે, આ દરમિયાન તેમને નવી જવાબદારી મળી

New Delhi,તા.૨૪

અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ તેમને અંતરિક્ષમાં પણ નવી જવાબદારીઓ  સોંપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સુનીતા વિલિયમ્સને ૈંજીજી એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની કમાન સોંપવામાં આવી છે. તેમણે ૈંજીજીના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ પહેલા પણ તે આ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તે ૫ જૂન, ૨૦૨૪થી સાથી અંતરીક્ષયાત્રી બૂચ વિલ્મોર સાથે સ્પેસ સ્ટેશન પર છે.

બોઈંગ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીને કારણે સુનીતા વિલિયમ્સની અંતરીક્ષ યાત્રા લાંબી થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની વાપસી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી મુલતવી રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે, રશિયન અંતરીક્ષયાત્રી ઓલેક કોનોનેન્કોએ સ્પેસ સ્ટેશનની કમાન સુનીતા વિલિયમ્સને સોંપી દીધી છે. આ અંગે સ્પેસ સ્ટેશન પર એક નાનકડો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ૩૭૪ દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા બાદ રશિયાના કોનોનેન્કો, નિકોલાઈ ચુબ અને અમેરિકન અવકાશયાત્રી ટ્રેસી સી ડાયસન પૃથ્વી પર પાછા ફર્યા છે. ડાયસન ૬ મહિના સુધી અંતરીક્ષમાં રહ્યા.બે રશિયન અને એક અમેરિકનને લઈને સોયુઝ કેપ્સ્યુલ સોમવારે કઝાકિસ્તાનમાં ઉતરી હતી. આ સાથે બંને રશિયન અવકાશયાત્રીઓના લાંબા રોકાણનો અંત આવ્યો. ૈંજીજીથ્ી અલગ થયાના લગભગ સાડા ત્રણ કલાક પછી કેપ્સ્યુલ કઝાકિસ્તાનના મેદાનમાં ઉતરી હતી. પૃથ્વી પર પાછા ફરવાના અંતિમ તબક્કા દરમિયાન લાલ અને સફેદ પેરાશૂટ ખુલવા સાથે કેપ્સ્યુલ આશરે ૭.૨ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે નીચે ઉતરી હતી.

આ પહેલા લગભગ ૧૨ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૨માં એક્સપીડીશન ૩૩ દરમિયાન સુનીતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનની કમાન સંભાળી હતી. સ્પેસ સ્ટેશનના કેપ્ટન હોવાના કારણે ભારતીય મૂળના અંતરીક્ષયાત્રીઓ ઘણા મહત્ત્વપૂર્ણ ઓપરેશન્સ અને વૈજ્ઞાનિક સંશોધન માટે જવાબદાર હશે. કાર્યકમ દરમિયન વિલિયમ્સે કહ્યું કે, “એક્સપીડીશન ૭૧થી અમે ઘણું વધુ શીખ્યું છેપ તમે મને અને બુચને સ્વીકારી. આ પ્લાનનો હિસ્સો ન હતો તો પણ. તમે અમારું પરિવારની જેમ સ્વાગત કર્યું.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *