Morbi,તા,15
બરવાળા ગામે વાડીએ હલરમાં કામ કરતી વેળાએ હલરમાં આવી જતા ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા મહેશભાઈ ગુમાનભાઈ ભુરૈયા (ઉ.વ.૨૦) નામના શ્રમિક યુવાન વાડીમાં હલરમાં કામ કરતા હતા અને હલરમાં આવી જતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે