Mumbai,તા.01
શુક્રવારે ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 15 રનથી હરાવ્યું હતું. આ વિજય સાથે, ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં 3-1 થી લીડ મેળવી છે. પાંચમી અને અંતિમ મેચ રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. ભારતીય ટીમે હાર્દિક પંડ્યાએ 53 રન અને શિવમ દુબેની અડધી સદીની ઇનિંગ્સથી નવ વિકેટે 181 રન બનાવ્યાં હતાં, જે શ્રેણીનો સૌથી મોટો સ્કોર હતો.
આ પછી ભારતીય બોલરોના તેજસ્વી પ્રદર્શનથી 19.4 ઓવરમાં 166 રન પર ઇંગ્લેન્ડને ઓલ આઉટ કર્યું હતું. 182 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતાં, ફિલ સોલ્ટ અને બેન ડકેટે ટીમ માટે 62 રન ઉમેર્યા હતાં.
બિશ્નોઈએ ડકેટને કેપ્ટન સૂર્યકુમારને હાથે કેચ આઉટ કરિવ્યો હતો અને ભાગીદારી તોડી હતી. પછીની ઓવરમાં, અક્ષરે સોલ્ટને અને પછી બિશ્ર્નોઈએ બટલરની વિકેટ ઝડપી હતી. આનાથી ઇંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 67 રન થયો હતો. વરૂણ ચક્રવર્તી હેરી બ્રુક (51) અને બ્રાયડન કાર્સને બે બોલમાં આઉટ કર્યા હતાં. બિશ્નોઇ અને રાણાએ ત્રણ ત્રણ વિકેટો લીધી હતી જ્યારે વરુણે બે વિકેટ લીધી હતી.
અગાઉ, ઇંગ્લેન્ડનાં કેપ્ટન જોસ બટલરે ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો સાકીબ મહેમૂદ દ્વારા પ્રથમ બોલિંગનો નિર્ણય સાચો સાબિત થયો હતો. તેણે મેઇડન ઉપર બીજી ઓવર ફેંકી અને સંજુ સેમસન (1), તિલક વર્મા (0) અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર (0) તરીકે ત્રણ વિકેટો લીધી હતી.
ત્યારે ભારતનો સ્કોર ફક્ત 12 રનનો હતો. પુલ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે સેમસને ફરી એક વખત ડીપ સ્ક્વેર લેગ પર બ્રાયડનના હાથે કેચ આઉટ થયો હતો. વર્મા પણ આર્ચરના હાથે કેચ આઉટ થયો હતો.
ઓવરના છેલ્લાં બોલ પર, સૂર્યકુમારે શોર્ટ મિડ ઓન માં કેચ આઉટ થયો હતો. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ઇતિહાસમાં પ્રથમ વખત પ્રથમ બે ઓવરમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેકે 29 રન બનાવ્યાં અને રિંકુ સિંહે 30 રન બનાવ્યાં હતાં.
શિવમ દુબેની એક વર્ષ બાદ અડધી સદી
ઓલરાઉન્ડર શિવમ દુબેએ એક વર્ષ અને 11 ઇનિંગ્સ પછી અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જાન્યુઆરી 2024 ની શરૂઆતમાં, તેને અફઘાનિસ્તાન સામેની સ્થાનિક શ્રેણીમાં સતત બે અડધી સદી ફટકારી હતી. આ તેની ચોથી અડધી સદી છે. તેઓએ બધાં પચાસ ઘરેલુ જમીનો પર જ બનાવ્યાં છે.
તે જ સમયે, હાર્દિકે સાત મહિના બાદ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ગયાં વર્ષે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે તેને અડધી સદી ફટકારી હતી. આ તેની પાંચમી અડધી સદી છે. હાર્દિક વર્તમાન શ્રેણીમાં સો રનને સ્પર્શ કરનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે 103 રન બનાવ્યાં છે.