New Delhi તા.4
અબુધાબીમાં ચાર મહિનાની બાળકીની કથિત હત્યાની દોષી ભારતીય મહિલાને 15 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી હતી. આ જાણકારી મહિલાના પિતાની અરજી પર સોમવારે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને આપવામાં આવી હતી.
ઘટનાક્રમની જાણકારી મળ્યા બાદ ન્યાયમૂર્તિ સચીન દતાની પીઠે તેને ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું હતું. વિશેષ સોલિસીટર જનરલ ચેતન શર્માએ પીઠને જણાવ્યું હતું કે આ ઉલ્લેખનીય છે કે 33 વર્ષીય મહિલા શહજાદી અબુજાદી એક બાળકીની દેખરેખ રાખવા અબુધાબી ગઈ હતી.
જયાં બાળકીનું મોત થતા તેનો આરોપ મહિલા પર આવ્યો હતો. મહિલા પોતાને નિર્દોષ ગણાવતી હતી. બાદમાં તેને ફાંસી અપાઈ હતી, જેની જાણ ભારતમાં રહેતા પિતાને પણ નહોતી કરાઈ.