રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં જીત સાથે ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો ગુરૂવારે (20 ફેબ્રુઆરી) બાંગ્લાદેશ વિરૂદ્ધ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમ્યો હતો. જે મેચમાં ભારતીય ટીમની 6 વિકેટથી જીત થઈ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો બીજો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં તે 49.4 ઓવરમાં 228 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાના ધુઆંધાર બોલર મોહમ્મદ શામીની આક્રમક બોલિંગે બેટર્સને રન લેતાં હંફાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 229 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 46.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 231 રન બનાવીને જીત મેળવી છે. જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના મોહમ્મદ શામીએ 10 ઓવરમાં 5 વિકેટ, હર્ષિત રાણાએ 7.4 ઓવરમાં 3 અને અક્ષર પટેલે 9 ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.