Indian Stock Market અને રોકાણકારોએ વધાવ્યું કેન્દ્રિય બજેટ….!!

Share:
  • દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો…!!
  • આ બજેટ ગરીબો માટે, યુવાનોની રોજગારીની તકો ઉભી કરવા, કૃષિ ક્ષેત્રે અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત કરવામાં આવ્યું…!!
  • ઉપરાંત ઈન્સ્યોરન્સ, ફાર્મા, હેલ્થકેર, એજ્યુકેશન,ઈન્ફ્રાસ્ટ્રકચર, ટુરિઝમ, પોર્ટ કનેક્ટીવીટી, ઉડાન, એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ અનેનિકાસ પર પણ મહત્તમ સુધારા જાહેર કર્યા…
  • બજેટમાં બિહાર પર અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
  • વીમા ક્ષેત્રમાં પણ ૧૦૦% FDI ની જાહેરાત – વીમા ક્ષેત્રમાં ૧૦૦% FDI ની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધશે. ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે, વિદેશી કંપનીઓ દ્વારા રોકાણ વધશે. પ્રીમિયમ સસ્તું થઇ શકે છે વધુ સારું કવરેજ મળશે.
  • આ ઉપરાંત પર્સનલ ટેક્સમાં મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને ખૂબ સારો બેનિફિટ કરવામાં આવ્યો…
  • બજેટમાં ટેક્સને લગતી મહત્ત્વની જાહેરાતો…
  • સરકારનું બજેટમાં મોટું એલાન – ૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
  • ૪વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે
  • TDS ની મર્યાદા ૬ લાખ કરાઈ
  • વૃદ્ધો માટે ૧ લાખ સુધીની ટેક્સ છૂટ
  • TCSની મર્યાદા ૭ લાખથી વધારી ૧૦ લાખ કરાઈ
  • નવી ટેક્સ વ્યવસ્થા તરીકે જોઈએ તો :-૦-૧૨ લાખ :-કોઈ ટેક્સ નહીં

૧૨-૧૫ લાખ :-૧૫% ટેક્સ

૧૫-૨૦ લાખ :- ૨૦% ટેક્સ

૨૦-૨૫ લાખ :- ૨૫% ટેક્સ

૨૫લાખથી વધુની આવક પર :- ૩૦% ટેક્સ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *