Mumbai,તા.25
જેદ્દાહ: Indian વિકેટકિપર-Batsman Rishabh Pantને Lucknow Super Giantsએ અધધધ રૂપિયા ૨૭ કરોડની બોલી લગાવીને ખરીદી લેતાં તે IPL ઈતિહાસનો સૌથી મોંઘા ક્રિકેટર બની ગયો હતો. Saudi Arabiaના જેદ્દાહમાં યોજાયેલી હરાજીમાં સુપરસ્ટાર ખેલાડીઓને કરારબદ્ધ કરવા ફ્રેન્ચાઈઝીઓને નાણાંની કોથળીઓ ખુલ્લી મુકી દેતાં ગણતરીની મિનિટોમાં બે વખત સૌથી મોંઘા ખેલાડીનો રેકોડ તુટયો હતો. Rishabh Pantને Lucknow Super Giantsને રૂપિયા ૨૭ કરોડમાં ખરીદ્યો તે પહેલા જ Punjab Kings ગત સિઝનમાં Kolkataને Champion બનાવનારા Shreyas Iyerને રૂપિયા ૨૬.૭૫ કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ સાથે IPLના સૌથી મોંઘા ખેલાડી તરીકેનો સ્ટાર્કનો રૂપિયા ૨૪.૭૫ કરોડનો રેકોર્ડ તુટી ગયો હતો.
ગત સિઝન અગાઉની હરાજીમાં કોલકાતાને સ્ટાર્કને જંગી રકમ આપીને ખરીદ્યો હતો.
નવા નિયમો અંતર્ગત યોજાયેલી આઇપીએલની હરાજીમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. ઓલરાઉન્ડર Venkatesh Iyerને હરાજીમાં જેકપોટ લાગ્યો હતો. હરાજી પહેલા કોઈ ખાસ આકર્ષણનું કેન્દ્ર ન હોવા છતાં Venkatesh Iyerને તેની જ કોલકાતાની ટીમે ભારે રસાકસી બાદ રૂપિયા ૨૩.૭૫ કરોડમાં ખરીદી લીધો હતો.
ઈંગ્લેન્ડનો જોશ બટલર જેદ્દાહમાં યોજાયેલી IPLની બે દિવસીય હરાજીના પ્રથમ દિવસે સૌથી મોંઘા વિદેશી ખેલાડી તરીકે બહાર આવ્યો હતો. બટલરને GUJARAT TITANS રૂપિયા ૧૫.૭૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. IPLની હરાજીની શરૂઆતમાં જ રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડનો ઉપયોગ જોવા મળ્યો હતો. HYDERABADની ટીમે ફાસ્ટ બોલર અર્ષદીપને રૂપિયા ૧૮ કરોડમાં ખરીદ્યો હતો. જોકે PUNJABની ટીમે તેના આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેને પોતાની ટીમમાં પાછો સમાવી લીધો હતો.
આઇપીએલની હરાજીમાં ૨૦ ખેલાડીઓેને જુદી-જુદી ફ્રેન્ચાઈઝીઓએ રૂપિયા ૧૦ કરોડ કે વધુ રકમની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
પંતને કરારબદ્ધ કરવા માટે BANGALURU અને HYDERABAD રસ દાખવતા બોલી લગાવી હતી, પણ LUCKNOWની ટીમ તેને ગમે તેટલી કિંમતે ખરીદવા તૈયાર હોય તેમ લાગતું હતુ અને આખરે તેઓએ રેકોર્ડ ૨૭ કરોડમાં તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. અગાઉ Shreyas Iyerને ખરીદવા માટે PUNJAB અને કોલકાતામાં હોડ જામી હતી અને તેમાં DELHI પણ કુદી પડયું હતુ. આખરે તેને PUNJAB ૨૬.૭૫ કરોડમાં ખરીદી લીધો હતો.
આઇપીએલના ઓલટાઈમ સૌથી મોંઘા ખેલાડી | |||
ક્રિકેટર | દેશ | રકમ(રૂા.) | ટીમ |
ઋષભ પંત | ભારત | ૨૭.૦૦ કરોડ | લખનઉ |
શ્રેયસ ઐયર | ભારત | ૨૬.૭૫ કરોડ | પંજાબ |
મિચેલ સ્ટાર્ક | ઓસ્ટ્રેલિયા | ૨૪.૭૫ કરોડ | કોલકાતા |
વેંકટેશ ઐયર | ભારત | ૨૩.૭૫ કરોડ | કોલકાતા |
પેટ કમિન્સ | ઓસ્ટ્રેલિયા | ૨૦.૫૦ કરોડ | હૈદરાબાદ |
સેમ કરન | ઈંગ્લેન્ડ | ૧૮.૫૦ કરોડ | પંજાબ |
અર્શદીપ | ભારત | ૧૮.૦૦ કરોડ | પંજાબ |
યુજવેન્દ્ર ચહલ | ભારત | ૧૮.૦૦ કરોડ | પંજાબ |
કેમરોન ગ્રીન | ઓસ્ટ્રેલિયા | ૧૭.૫૦ કરોડ | મુંબઈ |
સ્ટોક્સ | ઈંગ્લેન્ડ | ૧૬.૨૫ કરોડ | ચેન્નાઈ |
સી.મોરિસ | સા.આ. | ૧૬.૨૫ કરોડ | રાજસ્થાન |