India બીજી ODI ચાર વિકેટથી જીતી

Share:

Cuttack,તા.10
ભારતે બીજી વનડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ સાથે, ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી. રવિવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ 49.5 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 119 રન બનાવીને પોતાની 32મી વનડે સદી ફટકારી હતી. શુભમન ગિલે 60 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 69 અને બેન ડકેટે 65 રન બનાવ્યા. જેમી ઓવરટને 2 વિકેટ લીધી. ત્રીજી વનડે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરવા છતાં હારી ગયેલી ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા. જોકે, ફરી એકવાર તેની શરૂઆત શાનદાર રહી અને બેન ડકેટ-ફિલ સોલ્ટની ઓપનિંગ જોડીએ વિસ્ફોટક શરૂઆત આપી. આ બે પછી, જો રૂટે ઇનિંગ્સની કમાન સંભાળી અને ડકેટની જેમ મજબૂત અડધી સદી ફટકારી.

આ ઉપરાંત, કેપ્ટન જોસ બટલર અને હેરી બ્રુકે પણ નાની પણ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી, જ્યારે અંતે લિયામ લિવિંગસ્ટને ઝડપી 40 રન બનાવીને ટીમનો સ્કોર 304 રન સુધી પહોંચાડ્યો હતો.  ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી, જ્યારે વનડે ડેબ્યૂ કરનાર સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ સફળતા મળી.

કટકમાં લાઈટ પોલ ખરાબ થઈ જવાથી મેચ થોડી વખત બંધ રહ્યો 
ભારતની ઇનિંગ્સ વખતે જ્યારે રોહિત શર્મા ચોગ્ગા છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે કટકના સ્ટેડિયમમાં 8 લાઈટ ટાવર માંથી એક સાવ બંધ થઈ ગયો હતો. સાંજે 6.15 કલાકે ભારતે 48 રન કર્યા હતા ત્યારે એકાએક ખરાબ લાઇટની પરિસ્થિત થઈ હતી. ત્યારે અંદાજે સાંજે 6.23 કલાકે લાઈટ ફરી શરૂ થઈ ગઈ. બન્ને ટીમના ખેલાડીઓએ 35 સુધી ડગ આઉટમાં સમય વિતાવ્યો હતો. 

ભારતે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત 10મી આંતરરાષ્ટ્રીય શ્રેણી જીતી 
ભારતે કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારતે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત 10મી આંતરરાષ્ટ્રીય શ્રેણી જીતી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેની 32મી ઘઉઈં સદી ફટકારી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *