India to America માં ડ્રગ્સની તસ્કરી! નિકાસ કરેલા દોરીના જથ્થામાં 70 હજાર નશીલી દવાઓ મળી

Share:

America,તા.29

અમેરિકામાં ભારતથી સપ્લાઈ કરવામાં આવતા દોરીમાંથી 70 હજાર દવાઓ મળી આવી છે. આ દવાની કિંમત 33,000 અમેરિકન ડોલર હોવાનું કહેવાય છે. અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગે આ માહિતી આપી છે. વિભાગનું કહેવું છે કે  દોરીનાં કન્સાઇનમેન્ટમાંથી આ દવા મળી આવી છે. જે કેલિફોર્નિયાના બ્યુના પાર્કમાં એક સરનામે મોકલવાની હતી. અમેરિકામાં આ દવાના ઉપયોગ પર પ્રતિબંધ છે અને તબીબી સલાહ વિના તેને ખરીદવા કે તેનું સેવન કરવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં આ ડ્રગ્સની તસ્કરીનો મામલો પણ હોઈ શકે છે. દોરીના માલમાં આવી દવા મળવી ચિંતાનો વિષય છે.

ડ્રગ્સની લત ધરાવતા લોકો પણ આ દવા ખરીદે છે

ઝોલ્પીડેમ ટર્ટ્રેટ નામની આ દવા ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિયંત્રિત પદાર્થોની યાદીમાં સામેલ છે. આ માદક દ્રવ્યોમાં આવે છે અને ક્યારેક લોકો તેનો ઉપયોગ ઊંઘ માટે પણ કરે છે. ડ્રગ્સની લત ધરાવતા લોકો પણ આ દવા ખરીદે છે. આ દવા ડોકટરો દર્દીઓને અનિદ્રાની સારવાર માટે સૂચવે છે. પરંતુ ઘણીવાર તેમના દુરુપયોગ અંગે પણ ફરિયાદો મળે છે. આ કારણે તેમના વેચાણને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. 17મી ડિસેમ્બર 2024ના રોજ વોશિંગ્ટન ડલ્સ એરપોર્ટ નજીક એક એર કાર્ગો વેરહાઉસમાં CBP અધિકારીઓએ દોરીનાં 96 રોલ્સના શિપમેન્ટની તપાસ કરી.

અહેવાલો અનુસાર, દોરીનાં 96 સ્પૂલમાંથી દરેકમાં છુપાયેલી કુલ  69,813 દવા મળી આવી હતી. આ યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટી માત્રામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓની દાણચોરી કરવાનો પ્રયાસ હતો પરંતુ તમામ પ્રયાસો છતાં, યુએસ અધિકારીઓ પાસેથી દવાને બચાવી શકાઈ નથી.નોંધનિય છે કે,રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ડ્રગ્સની તસ્કરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મામલે ચીન, મેક્સિકો અને કેનેડા પર નિશાન સાધ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *