ICC One-Day Trophy ફાઈનલમાં ભારત પહોંચ્યુ

Share:

આજે રમાયેલ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૪૯.૩ ઓવરમાં ૨૬૪ માં આઉટ થયા બાદ ભારતે વિજય લક્ષ્યાંક ૬ વિકેટે ૨૬૭ રન નોંધાવી

ઓસ્ટ્રેલિયાના સ્મિથ ૭૩ અને કેરીના ૬૧ રન એળે ગયા : ભારત તરફથી કોહલીએ ૮૪, ઐયરે ૪પ, અક્ષર પટેલે ૨૭, હાર્દિક પંડયાએ ૨૮ ત્થા લોકેશ રાહુલે ૪૫ અણનમ રન ફટકાર્યા

Mumbai, તા.૪

આઈ.સી.સી. કપ વન-ડે સ્પર્ધાના પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારતે ૪૮.૧ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૬૭ રન નોંધાવતા ઓસ્ટ્રેલિયા ૪૯.૩ ઓવરમાં ૨૬૪ રન નોંધાવી ઓલઆઉટ થયેલ જેને ૪ વિકેટથી પરાજીત કરી સ્પર્ધાના ફાઈનલમાં પહોચનારી પ્રથમ ટીમ બનેલ છે. હવે બીજા ગ્રપુના સેમીફાઈનલમાં વિજેતા બનનાર ટીમ સાથે ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે ફાઈનલનો જંગ ખેલાશે. આજે મેચ દરમ્યાન ભારતના આધારસ્તંભ સમાન બેટધર વિરાટ કોહલીએ સૌથી વધુ ૮૪ રન ફટકારી ભારતના વિજયનો પાયો નાખ્યો હતો. આઈ.સી.સી.ટ્રોફીની સ્પર્ધામાં ભારતીય ટીમે તમામ મેચમાં જીત મેળવેલ છે. મેચના અંતે ભારત તરફથી શાનદાર રમતનુ પ્રદર્શન કરી ૮૪ રન ફટકારવા બદલ વિરાટ કોહલીને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવેલ.

આઈ.સી.સી. ટ્રોફીના પ્રથમ સેમીફાઈનલ મેચમાં મજબૂત મનાતી ઓસ્ટ્રેલિયાની ટીમે દાવનો પ્રારંભ કરી ૪૯.૩ ઓવરમાં ૨૬૪ રનમાં આઉટ થયેલ. જેમાં સ્ટીવ સ્મિથના ૭૩, એલેકસ કેરીના ૬૧, ટ્રેવિસ હેડના ૩૯ અને લાબુસેંગના ૨૯ રન મુખ્ય હતા.

ઓસ્ટ્રેલિયાનો પ્રારંભ નબળો થયેલ કુપર કોનાલ્લી ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયા બાદ હેડ અને સ્મિથ વચ્ચે બીજી વિકેટ માટેની ૫૦ રનની ભાગીદારી નોંધાયા બાદ હેડ આઉટ થયેલ. ત્રીજી વિકેટ માટે સ્મિથ અને લાબુસેંગ વચ્ચે ૫૬ રનની ભાગીદારી થયા બાદ ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટનું પતન થયેલ.

ત્રીજી વિકેટના પતન બાદ સમયાંતરે સ્કોરબોર્ડમાં થોડા ફેરફાર બાદ એક પછી એક વિકેટો ગુમાવતા સમગ્ર ટીમ ૫૦ ઓવર પુરી રમી શકી ન હતી ૪૯.૩ ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૬૪ રને આઉટ થયેલ.

ભારત તરફથી મહંમદ સામીએ ૪૮ રનમાં ઓસ્ટ્રેલિયાની ૩ વિકેટ, વરૂણ ચક્રવર્તિએ ૪૯ રન આપી ૨, રવિન્દ્ર જાડેજાએ ૪૦ રન આપી ૨, હાર્દિક પંડયાએ ૪૦ રનમાં અને અક્ષર પટેલે ૪૦ રન આપી ૧ વિકેટ ઝડપી હતી.

સેમીફાઈનલનો જંગ જીતવા ઓસ્ટ્રેલિયા તરફથી મળેલ ૨૬૫ રનના લક્ષ્યાંક પાર પાડવા સાથે જ સ્પર્ધાના નિર્ણાયક મુકાબલામાં પહોંચવાની તક હોવાથી ભારતીય ટીમે દાવનો પ્રારંભ કરતા ભારતની પ્રથમ વિકેટ ગીલ અંગત ૮ રને ત્થા ત્યાર બાદ બે જીવતદાન મળેલ પણ તેનો ફાયદો ઉઠવવામાં રોહિત શર્મા નિષ્ફળ સાબિત થયેલ રોહિત શર્મા અંગત ૨૮ રન નોંધાવી આઉટ થતા ૪૨ રનના જુમલે ભારતની બે વિકેટનુ પતન થયેલ.

રોહિતની વિકેટ ખડતા મેદાન પર એક તરફ વિરાટ કોહલીને સાથ આપવા શ્રેયસ ઐયર મેદાનમાં  આવેલ બન્ને બેટધરોએ સ્કોરના પાટીયાને ધીમેધીમે ફરતુ રાખી ભારતનો ત્થા અંગત જુમલો વધાર્યો ત્યારે શ્રેયસ ઐયર અંગત ૪૫ રન નોંધાવી ટીમના ૧૩૪ ના જુમલે આઉટ થયેલ.

ઐયર બાદ અક્ષર પટેલ-કોહલી સાથે જોડાયેલ અક્ષર પટેલે ૨૭ રન નોંધાવ્યા બાદ ટીમના ૧૭૮ રન હતા ત્યારે તે આઉટ થયેલ અક્ષર બાદ લોકેશ રાહુલ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી ટીમને વિજય નજીક લાવેલ ત્યારે ૪૨.૪ ઓવરે વિરાટ કોહલી અંગત ૮૪ રન નોંધાવી ટીમનો જુમલો ૨૨૫ હતો ત્યારે આઉટ થયેલ બાદ રાહુલ સાથે હાર્દિક જોડાયો અને હાર્દિક અંગત ૨૮ રને આઉટ થયો તે પહેલા ટીમને વિજયના દરવાજા સુધી પહોચાડેલ હતી.

હાર્દિક આઉટ થયા બાદ શ્રેયસ ઐયર સાથે જાડેજા જોડાયેલ ભારતના વિજયના લક્ષ્યાંકને આ જોડીએ પાર પાડેલ રમતના અંતે લોકેશ રાહુલ અંગત ૪૨ રને અને જાડેજા ૨ રને અણનમ રહયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *