India ને બદનામ કરવાની ટ્રુડોની પોલ ખુલી:નિજજર હત્યામાં ભારતીય એજન્ટના પુરાવા ન મળ્યા

Share:

Canada તા.30
ભારતને બદનામ કરવાની કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની ચાલ ખુલી પડી ગઈ છે. ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યામાં ભારત સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, પણ હવે કેનેડિયન કમીશનના રિપોર્ટે આ મામલે ટ્રુડોની હવા કાઢી નાખી છે.

કેનેડાના જાહેર તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ખાલિસ્તાની આતંકવાદી નિજજરની હત્યામાં કોઈ વિદેશી રાજયનો કોઈ નિશ્ચિત સંબંધ નથી. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2023માં ટ્રુડોએ દાવો કર્યો હતો કે, કેનેડા પાસે એ બાબતના વિશ્વસનીય પુરાવા છે કે બ્રિટીશ કોલંબીયનમાં થયેલ નિજજરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ હતો.

કેનેડાના સંઘીય લોકશાહી સંસ્થાઓમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહેલા જાહેર તપાસ આયોગે સૂચન કર્યું હતું કે, ટ્રુડોના દાવા બાદ ભારતે ભલે ખોટી માહિતી ફેલાવી હોય પણ હત્યા સાથે ભારતનો કોઈ નિર્ણાયક સંબંધ સ્થાપિત નથી થયો.

તપાસ કમિશ્નર મેરી જોસી હોગે કહ્યું હતું કે, હરદીપસિંહ નિજજરની હત્યામાં શંકાસ્પદ ભારતીયની સંડોવણીના બારામાં વડાપ્રધાન ટ્રુડોની જાહેરાત બાદ ચલાવવામાં આવેલ ખોટી માહિતી અભિયાનની સાથેનો મામલો હોઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *