IND vs SL: ગંભીરના કારણે નહીં આ દિગ્ગજના કારણે હાર્દિકના બદલે સૂર્યકુમાર બન્યો T20 કેપ્ટન

Share:

New Delhi,તા.25

ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનતા જ ટીમમાં ઘણા ફેરફાર થયા હતા. શ્રીલંકા સામેની શ્રેણીથી ગંભીરની પરીક્ષા શરૂ થશે. આ પ્રવાસમાં T20 ક્રિકેટ ટીમની આગેવાની સોંપવાને લઈને ઘણી અટકળો ચાલી હતી. આખરે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઘણા લોકોએ આની પાછળનું કારણ આ બંને ખેલાડીઓના આપસમાં તાલમેલનું ગણાવ્યું હતું.

જો કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદના ઉમેદવાર બનાવવાની કવાયત તો રાહુલ દ્રવિડ હેડ કોચ હતા ત્યારે જ શરૂ થઈ ગઈ હતી. વર્લ્ડકપ બાદ હાર્દિક પંડ્યાની ઇજામાંથી રિકવર થવા અંગે કોઈ સ્પષ્ટ જાણકારી નહોતી ત્યારે સૂર્યકુમારને ઘરઆંગણે રમાયેલ T20 ટીમની આગેવાની સોંપવામાં આવી હતી. જેમાં તેણે ઉમદા કામગીરી કરી હતી અને ભારતને 4-1થી શ્રેણીમાં વિજય અપાવ્યો હતો.

પૂર્વ બોલિંગ કોચ પાર બાંભરેએ કહ્યું હતું કે આ આખી પ્રક્રિયા પાછળ કોચ રાહુલ દ્રવિડ જવાબદાર હતા. તેણે કહ્યું હતું કે, ‘સૌથી પહેલા તો તમે કેપ્ટનની પસંદગી કરતાં હોવ ત્યારે તેની પાસેથી બધી જ મેચ રમવાની આશા રાખો છો. કોચ અને પસંદગીકારોને સૂર્યકુમાર યાદવ પર ભરોસો હતો કે તે આ ફોરમેટનો નિષ્ણાત છે. સૂર્યાએ ભારતને ઘણી મેચો જિતાડી છે અને મુંબઈ માટે સ્થાનિક સ્તરે કેપ્ટન્સી પણ કરી છે.’

જેમાં T20 ટીમની કેપ્ટન્સી અંગેના સવાલમાં અગરકરે કહ્યું કે ટીમનો કેપ્ટન એવો હોવો જોઈએ જે બધી મેચ રમી શકે. હાર્દિક સારો ખેલાડી છે પણ તેની ફિટનેસ એક મોટો પ્રશ્ન રહ્યો છે. કેપ્ટનની પસંદગી પહેલા ડ્રેસિંગ રૂમના ખલાડીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. હાર્દિક માટે છૂટાછેડા અને અભિનેત્રીઓ સાથે ઠુમકા સિવાય બીજા ખરાબ સમાચાર એ પણ છે કે ફિટનેસ મામલે વિજય હઝારે જેવી ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં એણે સારી બોલિંગ કરી બતાવવી પડશે એવી સૂચના આપવામાં આવી છે.અગાઉ કોહલી સાથે IPLમાં થયેલા ડખા મામલે ગંભીરે ચોખવટ કરીને કહી દીધું છે કે, ‘કોચ બન્યા પછી મેં વિરાટ સાથે વાતચીત કરી, અમારા સંબંધો સારા છે, અમે બંને ટીમ માટે મેચો જીતવા મહેનત કરીશું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *