Bezoor,તા.17
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બેટર્સનો ફ્લોપ શો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 46 રનના સ્કોર પર તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો ધબડકો, 46 પર ઓલઆઉટ!
ભારતના 5 બેટર્સ શૂન્ય પર આઉટ થયા હતા જેમાં કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિનનો સમાવેશ થાય છે. ભારતે આ સાથે એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા નોંધાવેલો સૌથી નાનો ટીમ સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ 1986માં વેસ્ટ ઈન્ડિઝે ફૈઝલાબાદમાં પાકિસ્તાન સામે 53 રન નોંધાવ્યા હતા.
કિવિ ફાસ્ટ બોલર્સનો તરખાટ
આ મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટર્સ મેટ હેન્રી અને વિલિયમ ઓરૂક છવાઈ ગયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેન્રીએ 5 વિકેટ ઝડપી હતી. વિલિયમ ઓરૂકે ચાર વિકેટ લીધી હતી.
જયસ્વાલ – 13
રોહિત – 02
કોહલી – 00
સરફરાઝ – 00
પંત – 20
રાહુલ -0
જાડેજા – 0
અશ્વિન – 0
કુલદીપ – 02
બુમરાહ – 1
સિરાજ – 4