New Delhi,તા.05
આવકવેરા વિભાગ દ્વારા હવે નવા આવકવેરા બિલમાં તમારી કોમ્પ્યુટર સિસ્ટમ જે વ્યાપાર-ધંધાના ઉપયોગમાં ના હોય કે તમારી માલીકીની ના હોય તો પણ તેના ડેટા મેળવી શકશે. જેમાં તમારા ઈ-મેલ-સોશ્યલ મીડીયા એકાઉન્ટ બધુ આવી જાય છે પણ આ બિલમાં જે રીતે વર્ચ્યુઅલ ડીજીટલ સ્પેસ (વીડીએસ)ની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે સૌથી મહત્વની બની રહેશે.
આમ સરકાર તમારા ડીજીટલ જીવન પર પણ નજર રાખશે અને તેનો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે. ભૂતકાળમાં આવકવેરા વિભાગે જે રીતે ચોકકસ લોકોના કોલ રેકોર્ડીંગ કર્યા તેમાં તેમના અંગત સંબંધોની વાત પણ લીક થતા દેશના મોટા ગજાના ઉદ્યોગપતિને સંકોચભરી સ્થિતિમાં મુકાવું પડયું હતું.
આમ તમારા ડિજીટલ જીવન પર નજર રાખવી આવકવેરા વિભાગ ફ્રેન્ડ કે ફોલોઅર્સની રીકવેસ્ટ મોકલ્યા વગર પણ તમારા ડીજીટલ જીવનમાં ઘુસી જશે.
આમ ડેટા પ્રાઈવસીનો ભંગ છે અને આવકવેરા વિભાગ કોઈ ઓથોરિટી વગર તમારા પર્સનલ અને નાણાકીય ડેટા મેળવી લેશે.
આમ ડેટા પ્રાઈવસી એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે. સરકારે તેનું બિલ પણ લાંબા સમયથી લટકાવી રાખ્યુ છે. અગાઉ સુપ્રીમ કોર્ટમાં પુટ્ટુસ્વામી વિ. ભારત સરકાર- 2017ના કેસમાં દેશના બંધારણની કલમ 21 મુજબ પ્રાઈવસીના અધિકારને સૌથી મહત્વનો ગણાવ્યો હતો. નવું બિલ જે રીતે વર્ચ્યુઅલ ડિજીટલ સ્પેસમાં ઘુસવાનો અધિકાર આપે છે તેને પડકાર મળશે.