Rajkot,તા.૨૪
Rajkot સમૂહ લગ્નના નામે છેતરપિંડીના મામલામાં આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો છે. પૂર્વ સાંસદ રમેશ ધડુકે પણ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો કરતા એક બાદ એક આયોજકોના કારનામાના પાના ખુલી રહ્યાં છે. ઠગો સામે કડક કાર્યવાહી કરવાની પૂર્વ સાંસદે માગ કરી છે.
Rajkotમાં ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સેવા સમાજ સંઘ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. Rajkotમાં સમૂહ લગ્નના ગઠિયા આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પૂર્વ સાંસદ રમેશ ધડુકને પણ આયોજકોનો મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાએ છોડ્યા નથી. દીકરીઓને કરિયાવર દેવાના બહાને ધડુકને ચૂનો લગાવ્યો હતો. પૂર્વ સાંસદે જણાવ્યું કે તેમની પાસેથી ૨૮ મિક્સર લઈ ગયા હતા.
વધુ જણાવતાં તેમણે કહ્યું કે, આયોજકોએ આ પહેલા પણ પૂર્વ સાંસદ પાસેથી વસ્તુઓ લીધી હતી. કરિયાવરના નામે અગાઉ પણ વસ્તુ લઈ ગયા હોવાનું સાંસદે જણાવ્યું હતું. તમામ ઠગબાજો સામે કડક કાર્યવાહી કરવા રમેશ ધડૂકે માગ કરી છે. ચંદ્રેશ છત્રોલા છેલ્લા ૨ મહિનાથી પૈસા ઉઘરાવી રહ્યો હતો. આ માણસે સમૂહ લગ્નના નામે પરિચિતો અને દાતાઓ પાસેથી પૈસા પડાવ્યા હતા.એવું પણ પ્રકાશમાં આવ્યું કે લંડનના એક દાતાએ ૧૫ લાખ રૂપિયાનું દાનની જાહેરાત કરી હતી, જ્યારે અન્ય દાતાઓએ ૬ લાખ રૂપિયાનું દાનની જાહેરાત કરી હતી.
આરોપી દિલીપ ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલપરાની પોલીસે અટકાયત કરી છે. જોકે, મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા ફરાર છે. હવે આ કેસમાં એક નવો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા છેલ્લા ૨ મહિનાથી પૈસા ઉઘરાવી રહ્યો હતો. આ ઉપરાંત, સમૂહ લગ્નના નામે આયોજકોએ ૪૩.૩૭ લાખ રૂપિયા એકઠા કર્યા હતા. નોંધણીના નામે વરરાજા અને વરરાજા પાસેથી ૧૫૦૦૦ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, જ્યારે લગ્નમાં હાજર રહેલા દરેક વ્યક્તિ પાસેથી ૧૦૦ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.