Gujarat ના Jamnagar માં ભારે વરસાદ વચ્ચે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ,રાહદારીઓ ફસાયા

Share:

Jamnagar,તા.29

જામનગરમાં હિંમતનગર કોલોનીથી નવાગામ ઘેડ તરફ જવાના માર્ગે આજે વહેલી સવારે એક તોતિંગ વૃક્ષ ભારે પવનના કારણે જમીનમાંથી ઉખડીને માર્ગ પર આડું પડ્યું હતું. સદનશીબે આ વેળાએ ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાના કારણે જાનહાની ટળી હતી.

વૃક્ષ માર્ગ પર આડું પડવાથી હિંમતનગરથી નવાગામ ઘેડ તરફ જવાનો એક તરફનો રસ્તો બંધ થયો હતો. તેથી રોડની બીજી તરફથી તમામ પ્રકારના વાહનોએ અવરજવર કરવાનો વારો આવ્યો હતો.

જે અંગે ફાયર બ્રિગેડની ટુકડીને જાણ કરાતાં ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કરવત વડે ઝાડની ડાળીઓ કાપીને માર્ગ પરથી દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *