Imtiaz Ali એ ફહાદ ફાસિલ સાથે ફિલ્મ એનાઉન્સ કરી

Share:

ઇમ્તિઆઝે કહ્યું, “મારે આ ન કહેવું જોઈએ પરંતુ મારો વિચાર તો  આ ફિલ્મ ફહાદ સાથે જ કરવાનો છે, ક્યારે એ શક્ય બનશે એ હવે મારે જોવાનું છે”

Mumbai, તા.૩૧

છેલ્લા કેટલાંક સમયથી ફહાદ ફાસિલ અને ઇમ્તિઆઝ અલી સાથે કામ કરવા અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા હોવાની વાતો ચાલતી હતી. સાથે જ આ ફિલ્મમાં ફહાદ સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં હોવાની પણ ચર્ચા છે. ત્યારે આખરે ઇમ્તિઆઝ અલીએ આ અંગે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે. ત્યાં સુધી કે ઇમ્તિઆઝ અલીએ તો આ ફિલ્મનું નામ પણ જાહેર કરી દીધું છે. આ ઇન્ટરવ્યૂમાં ઇમ્તિઆઝ અલીએ કહ્યું કે તેમણે હાલ ફિલ્મનું નામ ‘ધ ઇડિયટ્‌સ ઓફ ઇસ્તંબુલ’ રાખ્યું છે. જ્યારે આ ફિલ્મમાં ફહાદ ફાઝીલ છે કે નહીં તે અંગે પૂછાતા ઇમ્તિઆઝે કહ્યું કે તેને આવેશમના સ્ટાર ફહાદ સાથે કામ કરવાની ઇચ્છા છે.ઇમ્તિઆઝે કહ્યું, “મારે આ ન કહેવું જોઈએ. પરંતુ મારો વિચાર તો  આ ફિલ્મ ફહાદ સાથે જ કરવાનો છે. ક્યારે એ શક્ય બનશે એ હવે મારે જોવાનું છે.”જો આ જોડાણ શક્ય બને તો ફહાદ ફાઝીલ ઇમ્તિઆઝ અલીની ફિલ્મથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે. એ પહેલાં તે પોતાની અન્ય ફિલ્મોના કામ પૂરા કરશે, તેણે મલયાલમ સિનેમામાં ફિલ્મો હાથ પર લીધેલી છે. જો બધું યોગ્ય રીતે આગળ વધે તો તેને અન્ય ભાષાની ફિલ્મો કરવી પણ ગમશે. જો ફહાદની આગામી ફિલ્મોની વાત કરવામાં આવે તો એ હવે તેલુગુમાં ‘ડોન્ટ ટ્રબલ ધ ટ્રબલ’ અને ‘ઓક્સિજન’ તેમજ મલિયાલમમાં ‘ઓડુમ કુથિરા ચાડુમ કુથિરા’ અને ‘કરાટે ચંદ્રન’ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તે મહેશ નારાયણનની આગામી ફિલ્મમાં પણ કામ કરશે, જેમાં તેની સાથે મોહનલાલ, મામુટ્ટી, નયનથારા અને કુંચકો બોબન સહિતના કલાકારો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *