Khushiના મોબાઈલના વોલપેપર પર વેદાંગ સાથેની તસવીર

Share:

તસવીરમાં જાહ્વવી તથા શિખર પણ છે

 જાહ્વવીની સાથે ખુશીના બોયફ્રેન્ડને પણ બોની કપૂર પરિવારે સ્વીકારી લીધો હોવાનો સંકેત

Mumbai,તા.30

ખુશી કપૂરના મોબાઇલના વોલપેપર પર વેદાંગ રૈનાની તસવીર જોવા મળે છે. આ તસવીરમાં જાહ્વવી કપૂર પણ શિખર પહાડિયા સાથે દેખાય છે. આમ બંને બહેનોના બોયફ્રેન્ડને તેમના પરિવારે સ્વીકારી લીધા હોવાનું સ્પષ્ટ થયું છે.

ખુશી કપૂર હાલ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી.  ત્યારે તેના હાથમાંના મોબાઇલ પરના વોલપેપરમાં  તેની સાથે , વેદાંગ, જાહ્નવી અને શિખરની તસવીર જોવા મળી હતી.

૨૦૨૨માં વેદાંગનું નામ શ્વેતા તિવારીની પુત્રી પલક સાથે જોડાયું હતું. જોકે હવે પલક સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળે છે, બન્ને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, ખુશી અને વેદાંગે ગયા વરસે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી એકટિંગમાં ડેબ્યુ કર્યું હતું.

વેદાંગને અભિનયની સાથેસાથે સંગીતનો પણ શોખ છે અને તે એક સારો ગાયક પણ હોવાનું કહેવાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *