‘હું કેપ્ટન બનવા નથી માગતો..’ સીરિઝ જીત્યા બાદ Suryakumar નું ચોંકાવનારું નિવેદન

Share:

શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સીરિઝ પહેલા સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. સૂર્યાની કેપ્ટન્સીમાં ભારતે શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી T20 પણ રોમાંચક રીતે જીતી હતી. હારની કગાર ઉપર ઉભેલ ભારતીય ટીમે માત્ર 4.2 ઓવરમાં જ 22 રન આપીને 7 વિકેટ ઝડપી લેતા જીતનો કોળિયો ફરી એક વખત લંકા પાસેથી છીનવાઈ ગયો હતો. 19મી મહત્ત્વની ઓવર રિંકુ સિંઘે અને 20મી સૂર્યકુમાર યાદવે પોતે છેલ્લી ઓવર નાખી અને મેચ ટાઈ કરાવી હતી. સુપર ઓવરમાં પણ સૂર્યાએ ભારતને જીતી અપાવી હતી. T20 શ્રેણીમાં 3-0થી જીત બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપેલું નિવેદન ટોક ઓફ ધ ટાઉન છે.

New Delhi તા.31

સમગ્ર સીરિઝમાં ટીમની સાથે કેપ્ટન સૂર્યાનું પણ શાનદાર પરફોર્મન્સ રહ્યું હતુ. સૂર્યાએ આપેલું નિવેદન ખરેખર ચોંકાવનારૂં છે. જોકે સૂર્યકુમાર યાદવે જે કહ્યું તેમાં તેની ભાવનાઓ સારી છે. તેની પાછળ એવું કંઈ નથી જે ટીમ ઈન્ડિયાને આંચકો આપી શકે કે નુકસાન પહોંચાડી શકે.

હું કેપ્ટન નહોતો બનવા માંગતો :

સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘હું  કેપ્ટન બનવા માંગતો નથી પરંતુ લીડર બનવા માંગુ છું. હું ડ્રેસિંગ રૂમના વાતાવરણથી ખુશ છે, જ્યાં દરેક ખેલાડી એકબીજાના પ્રદર્શનની ઉજવણી કરી રહ્યા છે. ખેલાડીઓની ક્ષમતા અને આત્મવિશ્વાસને કારણે મારુ કામ સરળ બન્યું છે. તેઓએ ફક્ત તેમની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરતા રહેવું પડશે.’

સૂર્યકુમાર યાદવના આ નિવેદન પાછળનું કારણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પ્રદર્શન અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે તેણે આવું નિવેદન આપ્યું હોય. યાદવે શ્રીલંકા સાથે ટી-20 સીરીઝની શરૂઆત પહેલા જ આવી વાતો કહી હતી કે, તે કેપ્ટન બનવા નહોતો ઈચ્છતો. ભારતની મેન્સ T20 અને ODI ટીમ માટે એટલા બધા વિકલ્પો છે અને ધુંરધરો બેઠાં છે કે કોઈપણ કેપ્ટનને આ ટીમ લીડ કરવામાં આનંદ જ આવે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *