Morbi,તા.07
સાસુ અને સસરાને નિર્દોષ છોડવા કોર્ટે હુકમ કર્યો
માળિયાના ખાખરેચી ગામે વર્ષ ૨૦૧૬ માં પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી જાત જલાવી આપઘાત કરી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પતિને કસુરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જયારે સાસુ અને સસરાને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો
ગત તા. ૧૭-૦૨-૨૦૧૬ ના રોજ રોહીશાળા ગામના રહેવાસી સવિતાબેન વિરજીભાઈ કાલરીયા નામની મહિલાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી પુષ્પાબેન (૩૫) ના લગ્ન ખાખરેચી નિવાસી જયેશ ચંદુ પારેજીયા નામના યુવાન સાથે કર્યા હતા જે દરમિયાન તેના પતિ જયેશ ચંદુ પારેજીયા, સસરા ચંદુભાઈ પારેજીયા અને સાસુ લલીતાબેન એ ત્રણેય એકસંપ કરીને પુષ્પાબેનને ઘરકામ મામલે અવારનવાર ત્રાસ આપતા હતા તેમજ તેના ચારિત્ર્ય અંગે પણ શંકાઓ કરતા હતા. વળી થોડા સમય પૂર્વે જ પરિણીતાના પતિએ તેના બાપના ઘરેથી પૈસા લઇ આવવા માટે પણ દબાણ કર્યું હતું જે પૈસા લઇ આવીને આપી દીધા હોવા છતાં શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું જે ત્રાસ સહન ના થઈ સકતા કંટાળી ગયેલી પરિણીતાએ ગત તા. ૧૩ ના રોજ વહેલી સવારે પોતાના ઘરે આખા શરીરે કેરોસીન છાંટીને જાત જલાવી લીધી હતી જેના પગલે પરિણીતાનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પરિણીતાની માતાએ આજે ફરિયાદ નોંધાવતા માળિયા પોલીસે પતિ સહિતના ત્રણેય સાસરિયાઓ વિરુદ્ધ પરિણીતાને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી
જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ સી દવેએ કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ જયેશ ચંદુભાઈ પારજીયા રહે ખાખરેચી તા. માળિયા વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ ના શિક્ષાપાત્ર ગુનામાં સી.આર.પી.સી કલમ ૨૩૫ (2) અન્વયે ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ જો દંડ ના ભરે to વધુ ત્રણ માસની સખ્ત કેદની સજા, ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ (ક) ના શિક્ષાપાત્ર ગુનામાં સીઆરપીસી કલમ ૨૩૫ (2) અન્વયે ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ ભારતીય દંડ સહીનતાની કલમ ૩૨૩ ના શિક્ષાપાત્ર ગુનામાં સી.આર.પી.સી કલમ ૨૩૫ (2) અન્વયે ૧ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦૦૦ દંડ ફટકાર્યો છે જે સજા એકસાથે ભોગવવાની રહેશે
જયારે આરોપી સસરા ચંદુભાઈ લાલજીભાઈ પારજીયા અને સાસુ લલીતાબેન ચંદુભાઈ પારજીયાને કલમ ૩૦૬,૩૨૩, ૪૯૮ (ક) ની સાથે વાંચતા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે