Morbi,તા,15
ભાયાતી જાંબુડિયા ગામ નજીક ફેકટરીમાં રહેતા દંપતીને ઝઘડો થયો હતો અને પતિએ પત્નીને માર માર્યો હતો જે બાબતે મનમાં લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે આવેલ શિવય ઇન્ડસ્ટ્રીઝ લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા રોશનભાઇ બસંતભાઈ ધ્રુર્વ (ઉ.વ.૨૩) નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રોશનભાઇને પત્ની શીતલબેન સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી જેથી સામાન્ય માર માર્યો હતો જેથી પત્ની રિસાઈને સુઈ ગઈ હતી જેથી મનમાં લાગી આવતા યુવાને આપઘાત કર્યાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે