Huma Qureshi દિલ્હી ક્રાઇમ્સની ત્રીજી સીઝનમાં ક્રૂર વિલન બની

Share:

દિલ્હી ક્રાઇમ એક ખુબ લોકપ્રિય ક્રાઇમ ડ્રામા સિરીઝ છે, જેને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ પણ મળ્યો છે

Mumbai, તા.૫

દિલ્હી ક્રાઇમ એક ખુબ લોકપ્રિય ક્રાઇમ ડ્રામા સિરીઝ છે, જેને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે હવે આ સિરીઝની ત્રીજી સીઝનની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે શેફાલી શાહની સાથે આ સિરીઝમાં હવે હુમા કુરેશી પણ જોડાઈ છે. મહત્વની વાત એ છે કે હુમા આ સિરીઝમાં ક્રૂર વિલનના રોલમાં જોવા મળશે.સોમવારે આ સીઝનનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો, જેમાં આ વખતનો કેસ પહેલાં કરતાં પણ અઘરો કેસ ગણાવાય છે. તેમજ હુમા કુરેશી તેમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય એવા અવતારમાં જોવા મળશે. ૫૮ સેકન્ડની આ ક્લિપમાં વર્તિકા ચતુર્વેદી આસામમાં તપાસ માટે પહોંચેલી દેખાય છે, જ્યાં એક ટ્રક ખોલતાં તેમાંથી યુવાન છોકરીઓ બહાર આવતી દેખાય છે.  તાજેતરના અહેવાલો મુજબ હાલ આ સિરીઝનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલુ છે, જેમાં હુમા કુરેશી અત્યાર સુધીની સૌથી ક્રૂર વિલનના રોલમાં જોવા મળશે. શેફાલી શાહ એટલે કે ડીસીપી વર્તિકા ચતુર્વેદીને હુમાનો સામનો કરવો પડશે. થોડાં વખત પહેલાં હુમા કુરેશીએ કહ્યું પણ હતું, “આ આંતરરાષ્ટ્રિય સ્તરે એવોર્ડ મેળવી ચુકેલા શોમાં વિલનના રોલ માટે મેકર્સે મારો સંપર્ક કર્યો એનો મને ઘણો આનંદ અને ગૌરવ છે.” હુમા અને શેફાલી શાહ ઉપરાંત આ સિરીઝમાં રસિકા દુગ્ગલ, રાજેશ તિલાંગ સહિતના કલાકારો ફરી તેમના જાણીતા પાત્રોમાં જોવા મળશે. આ સિરીઝની ત્રીજી સીઝન તનુજ ચોપરાએ ડિરેક્ટ કરી છે, જેમાં દિલ્હીની એક ઘાતકી ઘટનાની તપાસ કરવામાં આવશે. જ્યારે આ સિરીઝની પહેલી સીઝનમાં ૨૦૧૨ની દિલ્હી ગેંગરેપની ઘટના પર આધારિત સ્ટોરી હતી. જ્યારે બીજી સીઝનમાં કચ્ચા બનિયા ગેંગની વાત હતી. હવે ત્રીજી સીઝનમાં આ વખતે હ્મુમન ટ્રાફિકિંગની વાત હોવાનું જણાય છે. આ સિરીઝની ત્રીજી સીઝન ૨૦૨૫માં જ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. શનિવારે શેફાલી શાહે આ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું, “લાઇટ્‌સ, કેમેરા તડમ..જે આવી રહ્યું છે, તેના માટે તમે તૈયાર નહીં હોય..૩ ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ ઇન્ડિયા પર..એક નજર..” પછી સોમવારે ફર્સ્ટ લૂક જાહેર થયો હતો અને લખ્યું હતું કે અમે આ સીઝનની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આ સિરીઝ જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *