Ratan Tataની અંતિમ સંસ્કાર કઈ રીતે કરાશે? જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે

Share:

New Delhi,તા,10

ટાટા ગ્રૂપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે 11.30 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં ભરતી હતાં.  તેમના પાર્થિવ દેહને બપોરે 4.00 વાગ્યે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.

સુત્રોએ જણાવ્યા પ્રમાણે, તેમના અંતિમ સંસ્કાર પારસી રીતિ રિવાજ મુજબ વર્લીના સ્મશાન ઘાટ પર લઈ જવામાં આવશે, પરંતુ તેમાં દોખમેનાશિની પરંપરાનું પાલન કરવામાં આવશે નહીં.  સ્મશાન ઘાટ પર સૌથી પહેલાં પાર્થિવ દેહને પ્રાર્થના હોલમાં મુકવામાં આવશે. જ્યારે આશરે 200 લોકો ઉપસ્થિત રહી શકે છે. 45 મિનિટની પ્રાર્થના બાદ પારસી રીતિથી ગેહ-સારનૂ વાંચવામાં આવશે. બાદમાં તેમના મોઢા પર એક કપડાંનો ટુકડો મૂકી અહનાવેતીનો પ્રથમ અધ્યાય વાંચવામાં આવશે. જે શાંતિ પ્રાર્થનાની એક પ્રક્રિયા બાદ. બાદમાં ઈલેક્ટ્રિક અગ્નિદાહમાં અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

શું છે દોખમેનાશિની પરંપરા?

પારસી સમુદાયની જૂની પરંપરા અનુસાર, મૃતદેહોનું અંતિમ સંસ્કાર દોખ્મા નામના સ્થાન પર કરવામાં આવે છે. જ્યાં મૃતદેહને સમડી-ગીધને ખાવા માટે છોડી દેવામાં આવે છે. તેઓ શબને ખાઈ જાય છે. જેને પારસી પરંપરામાં શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. જો કે, હવે ઘણા લોકો આ પરંપરાનું અનુસરણ કરતાં નથી.

ત્રણ હજાર વર્ષ જૂની પરંપરા

પારસી સમુદાયની આ અંતિમ સંસ્કારની પરંપરા આશેર 3 હજાર વર્ષ જૂની છે. જેમાં પાર્થિવ દેહને દખ્મા અર્થાત ટાવર ઓફ સાયલન્સ પર શુધ્ધ કર્યા બાદ છોડી દેવામાં આવે છે. જ્યાં સમડી-ગીધ જેવા માંસાહારી પક્ષીઓ શબને ખાઈ જાય છે. ટાવર  ઓફ સાયલન્સ એ પારસીઓનું કબરસ્તાન છે. રતન નવલ ટાટાનો પાર્થિવ દેહ ગુરૂવારે સવારે 10.30 વાગ્યે તેમના નિવાસ સ્થાને એનસીપીએ લોન, નરીમન પોઈન્ટ લાવામાં આવ્યો હતો. જ્યાં દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે. 3.30 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકાશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *