સમગ્ર Mumbaiમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટસ શરુ થતાં મકાન ભાડાં આસમાને

Share:

મહારાષ્ટ્ર સરકાર ઍઅને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલિસી જુની બિલ્ડિંગોના ડિવેલોપમેન્ટને પ્રોત્સાહન આપે છે

Mumbai, તા.૨૬

મુંબઈમાં હાઉસિંગ સોસાયટીઓના રિડેવલોપમેન્ટ મોટા પાયા પર થઈ રહ્યા હોવાથી ભાડાના ઘરોની ડિમાન્ડમાં ધૂમ ઉછાળો નોંધાયો છે.ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અને પડોશના થાણે અને નવી મુંબઈમાં શહેરના ઘણાં વિસ્તારોમાં ઘરભાડાં વધી રહ્યા છે.મુંબઈમાં ઘણી બિલ્ડિંગો ૫૦-૬૦ વર્ષ અથવા વધુ વર્ષ અગાઉ બાંધવામાં આવી હતી આ બિલ્ડિંગોના રિડેવલોપમેન્ટની જરૃરત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સરકાર ઍઅને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલિસી જુની બિલ્ડિંગોના ડિવેલોપમેન્ટને પ્રોત્સાહન આપે છે.છેલ્લા ૧૨-૧૮ મહિનામાં ઘરોના સરેરાશ ભાડામાં ૨૫-૩૦ ટકા ઉછાળો નોંધાયો છે જે અગાઉના વર્ષોેમાં દરેક ૧૧ મહિના પછી ૫-૭ ટકા જેટલો જ હતો. મોટા ભાગના રિડવેલપમેન્ટ પ્રોજેકટસ ૩ વર્ષમાં પૂરા થતા હોય છે જ્યારે કેટલાંક કિસ્સાઓમાં ૪ વર્ષનો સમય પણઇ થતો હોય છે. તાડદેવ, મહાલક્ષ્મી, મઝગાંવ, ભાયખલા, વર્લી, દાદર, બાન્દ્રા, ચેમ્બુર, ઘાટકોપર, મુલુન્ડ , મલાડ, કાંદિવલી અને બોરીવલીમાં મોટા પાયા પર રિડેવલોપમેન્ટ પ્રોજેકટસ ચાલી રહ્યા છે આવા પ્રોજેકટસ ડેવલોપ્રસ પોતાના ભાડૂતોને ભાડું ચૂકવતા હોય છે પણ જે અન્ય શહેરોમાંથી નોકરી ધંધા માટે આ શહેરમાં  વસવાટ કરે છે તેમને  ૅઊંચા ભાડા પોષાતા નથી.પોશ લોકેશન્સમાં મોટા ભાગના બિલ્ડરો ભાડા પેટે પોતાના જૂના ભાડૂતોને રૃ.૫૦,૦૦૦થી ૧ લાખ ચૂકવે છે. અને આના પગલે પોષાય તેવા ભાડો હોય તેવા વિસ્તારોમાં પણ ભાડા વધે છે મીરા રોડ, થાણે અને નવવી મુંબઈમાં કેટલાંક ભાડૂતો શિફટ થતા હોય છે અને તેમને વધુ ભાડા ચૂકવવા પડે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *