New Delhi,તા.13
હાલના વર્ષોમાં ઘરોની કિંમતમાં ભારે વધારો, નવા પ્રોજેકટનો અભાવ અને એપ્રુવલમાં વિલંબ સહિતના કારણે રિયલ એસ્ટેટ સેકટરની ગતિ થોડી ધીમી પડી છે. ખાસ કરીને 3 બીએચકે અને એથી મોટા ઘરોના વેચાણમાં સુસ્તી આવી છે, જેને વધારવા માટે બિલ્ડર્સ આકર્ષક ઓફર આપી રહ્યા છે.
એપીએસ પ્રોપર્ટી સોલ્યુશનના એમડી વિનીત સુરાનાના અનુસાર વેચાણમાં ઘટાડાનો સામનો કરવા માટે ડેવલોપર્સે એ ઓફરોને ફરી રજુ કરવાનું શરૂ કર્યું છે, જે અગાઉ મહામારી પહેલાના સુસ્ત બજારમાં જોવા મળી હતી. લકઝરી ઘરોમાં માંગ યથાવત: રિયલ એકસપર્ટસનું કહેવું છે કે ઘરો પર ઓફર કોઈ મંદીના સંકેત નથી.
બલકે એક સંતુલન બનાવવાની પ્રક્રિયા છે. મોંઘા ઘરોની માંગ યથાવત છે પરંતુ મધ્યમ આવકવાળા વર્ગ માટે વધતા વ્યાજદરો અને મોંઘવારીના કારણે ઘર ખરીદવું પડકારજનક થઈ ગયું છે. 10 કરોડથી વધુ કિંમતના ઘરોનું સારું વેચાણ થઈ રહ્યું છે.
ગોદરેજ પ્રોપર્ટીઝે 1 ટકો માસિક પેમેન્ટ યોજના એમટુએમ ડેવલપર્સે- હાલ શિફટ કરો, પેમેન્ટ બાદમાં કરો, 20 ટકા પેમેન્ટ બે વર્ષ બાદ કરવાનું રહેશે. પારસ બિલ્ડટેક- બાય બેક સ્કીમ અંતર્ગત 50 ટકા દર વર્ષે રિટર્ન, શ્રીરામ પ્રોપર્ટીઝ- ‘ઝીરો એકસ્ટ્રા સ્કીમ, જેથી ખરીદનારાને 25 લાખ સુધીની બચત થઈ શકે છે.