Surat Circuit House માં એક કપ ચા માટે કલાક રાહ જોવી પડી પૂર્વ મુખ્યમંત્રીને!

Share:

Suratતા.૮

અંધેર વહીવટનું વધુ એક ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કલાકો સુધી તડપાવ્યા હોવાનું બહાર આવતા અંદરોઅંદર સર્વિસ કરનાર નોકરની બદલી કરી દેવાની માગ ઉઠી છે. પૂર્વ મુખ્યમંત્રીને એક કપ ચાનો કડવો અનુભવ થયો છે.

સુરત શહેરમાં લક્ઝુરિયસ સર્કિટ હાઉસમાં રામભરોસે કારભાર ચાલી રહ્યો હોવાનો પૂર્વ મુખ્યમંત્રીને કદાચ આજીવન યાદ રહી જાય તેવો અનુભવ થયો છે. રાષ્ટ્રપતિથી  લઈને મુખ્યમંત્રી જે સરકારી આવાસ સર્કિટ હાઉસમાં રોકાણ કરે છે તેનો ખરાબ અનુભવ મંત્રીને થતાં રેઢિયાર કામગીરી સામે આવી છે. ૬ ફેબ્રુઆરીએ પૂર્વ સી.એમ. સુરત એક કાર્યક્રમમાં આવ્યા હતા, સર્કિટ હાઉસમાં તેમને ચોથા માળે દમણગંગામાં રૂમ ફાળવાયો હતો. સવારે ૮ વાગ્યે તેમણે ચાનો ઓર્ડર આપ્યો હતો.

કલાક થઈ જતા ચા ન આવતા તેમણે સ્વયં રસોડામાં જઈને પૂછપરછ કરી હતી. છેલ્લે એક કલાક બાદ તેમને ચા મળતાં કાર્યક્રમમાં જવાનું પણ મોડું થઈ ગયું હતું. અંદરના સૂત્રોનું કહેવું છે કે મંત્રીને કડવો અનુભવ થયા બાદ તાત્કાલિક મેનેજરની બદલી કરી દેવી જોઈએ. કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી નોકરીમાં લાલિયાવાડી સામે આવતા આગામી દિવસોમાં કોઈ નિર્ણય લેવાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *