IRAN ના યજ્દ પ્રાંતમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસનો ભયાનક અકસ્માત સર્જાયો

Share:

બ્રેક ફેલ થતા ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી

Iran,તા.૨૧

પાકિસ્તાનથી ઈરાક જતાં શિયા સમુદાયના શ્રદ્ધાળુઓની એક બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો હતો. માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ જેમાં ૩૫ લોકો મૃત્યુ પામી ગયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી હતી.

મળતા અહેવાલ મુજબ સ્થાનિક ઈમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટના મંગળવારે રાતે ઇરાનના યજ્દ પ્રાંતમાં સર્જાઈ હતી. જ્યારે બ્રેક ફેલ થઈ જવાને કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ગઇ હતી. જેના લીધે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અધિકારી અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટનામાં અન્ય ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટનાના સમયે બસમાં ૫૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ લોકો શ્રદ્ધાળુ હતા અને તેઓ અરબઈનની યાદમાં ઈરાક જઈ રહ્યા હતા. ૭મી સદીમાં એક શિયા ગુરુના નિધનના ૪૦માં દિવસે અરબઈન મનાવાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *