Honey Trapના બે ગુનામાં સુરતનો ફરાર આરોપી વડોદરા કપુરાઈ બ્રિજ નીચેથી ઝડપાયો

Share:

Vadodara,તા.04

સુરત શહેર સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનના હનીટ્રેપના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.ઝોન-3 તથા કપુરાઇ પોલીસ સ્ટેશન ટીમે સુરત પુણા ગામમાં રહેતા પ્રવીણ ભોળાભાઈ રાઠોડની ધરપકડ કરી છે.

 ઝોન-3 પો.સ્ટે. વિસ્તારમાં ધરફોડ-ચોરી તથા વાહન ચોરી તથા શરીર-સંબધી તથા પ્રોહીબીશના ગુનાઓ તેમજ બીજા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરવા સારું મે.પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા મે.અધિક પોલીસ કમિશ્નર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-3ના અભિષેક ગુપ્તાની સુચના આધારે ઝોન-3 એલ.સી.બી ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પી.એસ.આઇ બી.જી.વાળાને બાતમીદાર રાહે બાતમી મળી કે “સુરત શહેરના સારોલી તથા કતારગામ પોલીસ સ્ટેશનના ગુનામા વોન્ટેડ આરોપી નામે પ્રવિણભાઈ ભોળાભાઈ રાઠોડ રહે. નેતલદે સોસાયટી મ.નં..175 પુણા ગામ સીતાનગર ચોકડી સુરત શહેર નાનો હાલમા કપુરાઈ ચોકડી બ્રીજ નીચે ઉભો છે. જે આધારે તેને પકડી પાડવામાં આવતા અને સઘન પુછપરછ કરી પોલીસ સ્ટેશનના રેક્રર્ડ ઉપર ખાત્રી તપાસ કરતા આ આરોપી સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનના હનીટ્રેપના ગુનામા સંડોવાયેલ અને આજ દિન સુધી ગુનાઓમા નાસતો ફરતો હોય જેથી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *