Himmatnagar, તા.૯
ગુજરાતમાં એચએમપીવી વાયરસનો કેસ નોંધાતા જ રાજ્યમાં ખળભળાટ જોવા મળ્યો હતો. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. પ્રાંતિજના ૮ વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વધુ સારવાર માટે બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદ પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર શંકાસ્પદ લક્ષણોને પગલે સર્વેની કામગીરી હાથ ધરાશે.
અમદાવાદ બાદ સાબરકાંઠાના હિંમતનગરમાં એચએમપીવી વાયરસનો કેસ નોંધાયો છે. પ્રાંતિજના ૮ વર્ષીય બાળક રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જે બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર માટે બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યો. હાલ જિલ્લાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શંકાસ્પદ લક્ષણોને પગલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.