Jamnagar: એડવોકેટ હારુન પલેજા હત્યા કેસમાં બે શખ્સના જામીન મંજૂર કરતી હાઈકોર્ટે

Share:
શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં  એડવોકેટ તરીકે રોકાયાનો ખાર રાખીને 15 શખ્સે હત્યાને અંજામ આપ્યો ‘તો
Jamnagar,તા.08

જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારુન પલેજા ની સરાજાહેર હત્યા નીપજાવવા અંગેના અતી ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાઈચા બંધુઓ સહિત 15 આરોપીઓ પૈકી બે શખ્સની જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે.  આ  ચકચારિ  બનાવની વિગત એવી છે કે જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારુન પલેજા કે જેઓની બેડેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મીલ સામેના ભાગમાં સરાજાહેર હત્યા નિપજવામાં આવી હતી.એડવોકેટ રોઝુ ખોલવા માટે બાઈક પર પોતાના ઘેર જઈ રહ્યા હતા, જે દરમિયાન પથ્થરમારો કર્યા પછી તેઓનાપર છરી-ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દઇ વેતરી નાખ્યા હતા. તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યા તબીબે મૃત જાહેર કર્યા હતા, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાના બનાવમા  કોર્પોરેટર નૂરમામદ ઓસમાણભાઈ પલેજાએ સીટી ડિવિઝન પોલીસ મથકમાં  કાકા એડવોકેટ હારુન પલેજાની હત્યા નીપજાવવા અંગે 15 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.  11 શખ્સોની ધરપકડ કરી હતી. પંચવટી વિસ્તારની  શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયાનું પોલીસમાં જાહેર થયું છે. તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા બાદ જામનગર સેશન્સ કોર્ટ દ્વારા ઓસમાણ ચાવડીયા અને ઉંમર ચાવડીયા ની જામીન અરજી રદ કરતા હાઇકોર્ટમાં જામીન પર છૂટવા  અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં પોલીસના ચાર્જથી તદ્દન વિરુદ્ધ ની હકીકતો જોવાનું પથ્થરિયા રીતે જણાય આવતું હોય તેમજ બનાવ સ્થળે હાજર જણાય આવતું નથી  ચાર્જસીટ રજૂ થઈ ગયેલ છે કે ચાલવા ઉપર આવી ગયેલ છે તમામ રજૂઆત ધ્યાને લઇ હાઇકોર્ટે સબીર ચાવડીયા અને ઉમર ચાવડીયાને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે.  કેસમાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલર વિરાટભાઈ પોપટ અને ગોંડલના એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા અને એચ.કે. ચનીયારા રોકાયા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *