પારકા ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી પાનના ધંધાર્થીનુ ઢીમ ઢાળી દીધું તું
Rajkot,તા.19
શહેરમાં પારકા ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી પાનફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને હાઇકોર્ટ દ્વારા જમીન મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં માલવીયા ફાટક પાસે ફરિયાદી વિકી સુરેશભાઈ સોલંકી અને સુરેશભાઈ સોલંકી પોતાની પાનની કેબીને વાતોચીતો કરતા હતાં ત્યારે આરોપીઓ રાજુ બાબુ અને લોહાનગરમાં રહેતા વિજય વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ફરિયાદી તથા સાહેદો તેના ભાઈ તથા પિતાને ઝઘડો નહિં કરવા સમજાવેલ તથા ઝઘડામાં વચ્ચે પડ્યા હતા. જે બાબતનો ખાર રાખી આરોપી રાજુબાબુએ અન્ય આરોપીને બોલાવી તલવારો, પાઈપ, ધોકા અમે છરી જેવા પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ હુલાભાઈ સોલંકીને મોત નીપજ્યું હતું. જે અંગે મૃતક સુરેશભાઈ સોલંકીના પુત્ર વિકી સોલંકીએ પિતાના હત્યારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા આરોપી અનિલ ભના સોલંકીએ પોતાના વિકલ મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતાં બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી વતી રાજકોટના ખ્યાતનામ એડવોકેટ રાજન કોટેચા, કૃણાલ કોટેચા, વારિસ જુણેજા, ડેનિશા પટેલ, જય વણઝારા, સહાયક સંજય કાટોડીયા અને ભુષણ બજાજ રકાયા હતાં.