Israel સામે Hezbollah કર્યું નવા યુદ્ધનું એલાન, કહ્યું – જવાબ કેવો આપવો તે અમે નક્કી કરીશું

Share:

Israel,તા,23

પેજર અને વોકી-ટોકી હુમલાએ લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને મોટો ઝટકો આપ્યો છે. હવે ઈઝરાયલે બંને હુમલા બાદ હિઝબુલ્લાહ વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહી તેજ કરી દીધી છે. હવે આ વચ્ચે હિઝબુલ્લાહે ઈઝરાયલ વિરુદ્ધ નવા યુદ્ધનું એલાન કરી દીધું છે. સંગઠનનું કહેવું છે કે, અમે ખરાબથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ પરંતુ ઈઝરાયલની ધમકીઓ આગળ ઝુકીશું નહી. હિઝબુલ્લાહના ઉપ પ્રમુખ નઈમ કાસેમે નવા તબક્કાના યુદ્ધનું એલાન કરી દીધું છે. લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ પેજર અને વોકી-ટોકી હુમલા બાદ પૂર્ણ યુદ્ધનો ખતરો વધી ગયો છે.

નવા યુદ્ધનું કર્યું એલાન

હિઝબુલ્લાહના ઉપ પ્રમુખ નઈમ કાસીમે એલાન કર્યું કે, અમે યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તેનું નામ ખુલ્લો હિસાબ-કિતાબ (The Open-Ended Battle of Reckoning) છે. ગાઝામાં યુદ્ધવિરામથી જ સીમા પારથી થતા હુમલાઓને અટકાવવામાં આવશે.

બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે અમારો ઉદ્દેશ્ય ઉત્તર ઇઝરાયલના વિસ્થાપિત લોકોને તેમના ઘરે પરત કરવાનો છે. પરંતુ નઈમ કાસેમનું કહેવું છે કે ઉત્તરના નિવાસીઓ પરત નહીં ફરશે પરંતુ વિસ્થાપન વધશે અને ઈઝરાયલી સમાધાન તેમની દુર્દશા વધારશે.

કાસમે ઈઝરાયેલને કહ્યું કે, ગાઝા જાઓ અને યુદ્ધ બંધ કરો અને અમને ધમકીઓની જરૂર નથી. આક્રમણનો જવાબ કેવી રીતે આપવો તે અમે નક્કી કરીશું નહીં. અમે યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ.

આવું અમે ક્યારેય નથી જોયું: હિઝબુલ્લાહ

કાસમે કહ્યું કે, ઈઝરાયલે અમારી વિરુદ્ધ ત્રણ દર્દનાક યુદ્ધ અપરાધોને અંજામ આપ્યો છે. બર્બરતાની તમામ હદ વટાવી દીધી છે. અમે આવું ક્યારેય જોયું નથી. ધમકીઓ અમને રોકશે નહીં. અમે સૌથી ખતરનાક શક્યતાઓથી પણ નથી ડરતા. અમે તમામ લશ્કરી શક્યતાઓનો સામનો કરવા માટે પણ તૈયાર છીએ.

ગત શુક્રવારે હિઝબુલ્લાહની રાડવાન બ્રિગેડની બેઠક દરમિયાન ઈઝરાયલે એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ અને મહમૂદ હમાદ સહિત કુલ 50 લોકોના મોત થઈ ગયા હતા. રવિવારે નઈમ કાસેમ દક્ષિણ બેરુતમાં ઈબ્રાહિમ અકીલ અને મહમૂદ હમાદના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *