Gujarat સહિત નવ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઍલર્ટ જાહેર

Share:

હવામાન વિભાગે દક્ષિણ ત્રિપુરામાં રેડ ઍલર્ટ અને સાત જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

New Delhi,તા.૨૧

ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત નવ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીના જણાવ્યા મુજબ ગુજરાત, રાજસ્થાન, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, કેરળ, આસામ અને મેઘાલયમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે ઍલર્ટ જાહેર કર્યું છે.

ાગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ૨૨થી ૩૦ ઑગસ્ટ દરમિયાન અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે આ સમયગાળામાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં ૨૧થી ૨૬ ઑગસ્ટ દરમિયાન, ઉત્તરાખંડમાં ૨૬ ઑગસ્ટ સુધીમાં, ઉત્તર પ્રદેશમાં ૨૪ ઑગસ્ટ સુધી જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશમાં ૨૬ ઑગસ્ટ સુધી, મહારાષ્ટ્રમાં ૨૧-૨૬ ઑગસ્ટ વચ્ચે, છત્તીસગઢમાં ૨૪ ઑગસ્ટ સુધી, ગોવામાં ૨૬ ઑગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

રાજસ્થાનની વાત કરીએ તો અહીં જયપુર સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જયપુરમાં ૮૫ મિલીમીટર, ધૌલપુરના રાજાખેડામાં ૭૮, ઝાલાવાડના ગંગધારમાં ૬૫ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાના પણ અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કર્યા બાદ દક્ષિણ ત્રિપુરામાં રેડ ઍલર્ટ અને સાત જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *