Gujaratમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોડ

Share:

Gujarat,તા.06 

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ  જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 5.55 ઈંચ, તલોદમાં 5 પાંચ ઈંચ, ણસામાં 4.53 ઈંચ, પ્રાંતિજમાં 3.98 ઈંચ, રાધનપુરમાં 3.90 ઈંચ, હિમતનગરમાં 3.82 ઈંચ અને મહેસાણામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોડ, જાણો ક્યાં કેટલો વરસ્યો 2 - image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોડ, જાણો ક્યાં કેટલો વરસ્યો 3 - image

હવામાન વિભાગની આગાહી

રાજ્ય પર હાલ બે સિસ્ટમ સક્રિય થતા આજે  (છઠ્ઠી સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ 

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ વરસી ચૂકયો છે. તમામ ઝોનમાં 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 122 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 116 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

વાત્રક નદીમાં પાણીની ભરપૂર આવકથી 17 ગામ એલર્ટ

બીજી તરફ મધ્ય પ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. જેથી કડાણા ડેમમાંથી ગળતેશ્વરના વણાકબોરી ડેમમાં 1.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા વણાકબોરી ડેમ ઓવર ફ્લો થયો હતો. સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં 50 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ખેડા અને માતરના કાંઠાગાળાના 17 ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી છોડાયેલું પાણી મહી નદીમાં થઈ આગળ ખંભાતના અખાતથી અરબ સાગરમાં ભળી જશે.

મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા માટે કડાણા ડેમ, વણાકબોરી ડેમ અને મહીસાગર નદી પાણીનો મુખ્ય સોર્સ છે. તાજેતરમાં મહીસાગર જિલ્લા, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *