ગુજરાત સહિતના રાજયો માટે ભારે વરસાદની ચેતવણી: મુંબઈના દરિયામાં હાઈટાઈડનુ એલર્ટ
New Delhi,તા.24
આજે સવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.હવામાન વિભાગે દિલ્હી અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હી એનસીઆરની સવાર આજે ભારે વરસાદ સાથે શરૂ થતોએ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આઇએમડીએ મુંબઈ અને દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસું ફરી સક્રિય થવાને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જારી રહેશે.
જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.
હવામાન વિભાગ મુજબ 26 જુલાઈ સુધી, ગુજરાત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને કેરળ અને માહે માં ભારે વરસાદ પડી શકે છે.આ માટે આઇએમડીએ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દેહરાદૂન માં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ સાથે ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે.
દેહરાદૂન સહિત ત્રણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.ઉત્તરાખંડમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની સુચના આપવામાંમાં આવી છે. હવામાન વિભાગે ગઈકાલે આગામી બે દિવસ માટે દિલ્હી માટે ‘યલો’ એલર્ટ જાહેર કર્યું હતું.
આજે પણ ભારે વરસાદ ચાલુ છે, જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી. દિલ્હી ઉત્તર દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, એનસીઆર, કુરુક્ષેત્ર, કૈથલ, કરનાલ, રાજાઉન્ડ, અસંધ, સફિદોન, પાણીપતમાં વીજળી સાથે વરસાદ પડશે. મુંબઈમાં પણ મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે.બીએમસીએ આજે બપોરે 1:30 વાગ્યે 4.07 મીટરની ઊંચા મોજા ઉછળવાની આગાહી કરી છે.