March માં ગરમી રેકોર્ડ તોડશે, આ વર્ષે માર્ચમાં અસામાન્ય રીતે ગરમ રહેવાની સંભાવના

Share:

New Delhi,તા.૨૮

આ વર્ષે માર્ચ અસામાન્ય રીતે ગરમ રહેવાની સંભાવના છે, મહિનામાં મોટાભાગે દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે. દેશના કેટલાય ભાગોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી મહિના એટલે કે માર્ચમાં અસામાન્ય અને રેકોર્ડતોડ ગરમી પડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી મહિને દેશના કેટલાય ભાગોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે, જે આ મહિનામાં અસામાન્ય બાબત છે. એટલે કે આગામી મહિનો આ વર્ષે અસામાન્ય રીતે ગરમ રહેવાનો છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે માર્ચ મહિનો રેકોર્ડતોડ ઉનાળાની શરૂઆત કરવા માટે તૈયાર છે.

હવામાન વિભાગના અધિકારીઓએ એવી ચેતવણી પણ આપી છે કે માર્ચમાં અતિશય તાપમાનમાં વધવાને કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થઈ શકે છે. માર્ચ મહિનામાં લાંબા સમય સુધી તાપમાન સરેરાશ કરતા ઉપર રહે તો ઘઉંના પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે ૨૦૨૨ થી, ઘઉંનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. તેથી, ભારત ૨૦૨૫ માં મોંઘા ઘઉં આયાત ન કરવા પડે એ માટે બમ્પર પાકની અપેક્ષા રાખે છે.

આઇએમડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે “આ વર્ષે માર્ચ અસામાન્ય રીતે ગરમ રહેવાની સંભાવના છે, મહિનાના મોટાભાગે દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે.” અધિકારીએ જણાવ્યું કે માર્ચના બીજા અઠવાડિયાથી દિવસના તાપમાનમાં વધારો થવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે માર્ચના છેલ્લા અઠવાડિયા સુધીમાં દેશના ઘણા રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને સરેરાશથી ઉપર રહી શકે છે.

અધિકારીએ જણાવ્યું કે તાપમાનમાં વધારો વર્ષ ૨૦૨૨ની પેટર્નની યાદ અપાવે છે, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં અચાનક પડેલી ગરમીને કારણે ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થયું હતું, જેના કારણે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવો પડ્યો હતો જેથી દેશમાં ઘઉંના ભાવ ન વધે અને લોકોને પૂરતા ઘઉં મળી રહે. અન્ય એક હવામાનશાસ્ત્રીએ જણાવ્યું કે ઘઉંના ઉત્પાદન માટે જાણીતા ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં માર્ચના મધ્ય સુધીમાં તાપમાન સામાન્ય કરતા ૬ ડિગ્રી સેલ્સિયસ વધુ વધી શકે છે. માર્ચ મહિનો ઘઉં, ચણા, કઠોળ અને તેલીબિયાં માટે જાણીતો છે જે ઓક્ટોબર-નવેમ્બરમાં વાવવામાં આવે છે અને માર્ચમાં લણણી થાય છે.

દરમિયાન, હવામાન વિભાગે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરીએ તાપમાને ૭૪ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને ફેબ્રુઆરીમાં નોંધાયેલી સૌથી ગરમ રાત નોંધાઈ છે.આઇએમડી અનુસાર, ગુરુવારે સફદરજંગમાં લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું, જે ૧૯૫૧ થી ૨૦૨૫ વચ્ચેના સમયગાળામાં મહિનાનું સૌથી વધુ તાપમાન છે.આઇએમડીએ જણાવ્યું કે “૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ, સફદરજંગમાં લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આ ૧૯૫૧ થી ૨૦૨૫ ની વચ્ચે ફેબ્રુઆરીમાં સફદરજંગમાં નોંધાયેલ સૌથી વધુ લઘુત્તમ તાપમાન છે.” હવામાન વિભાગે એમ પણ કહ્યું કે ૧૯૫૧ પહેલાનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.

દરમિયાન, અગાઉના રેકોર્ડ મુજબ, ફેબ્રુઆરી માટેનું અગાઉનું સૌથી વધુ લઘુત્તમ તાપમાન ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૫ ના રોજ ૧૯ ડિગ્રી સેલ્સિયસ હતું, જે રેકોર્ડ પર બીજા ક્રમનું સૌથી વધુ હતું. આ પછી ૧૯૭૩ માં ૧૮.૬ ડિગ્રી સેલ્સિયસ, ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૫ ના રોજ ૧૮.૫ ડિગ્રી સેલ્સિયસ, ૧૯૯૨ માં ૧૮.૨ ડિગ્રી સેલ્સિયસ અને ૧૯૮૮ માં ૧૮.૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જે પાંચમું સૌથી વધુ તાપમાન હતું. વાદળછાયા વાતાવરણને કારણે ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.એ જણાવ્યું કે આ સામાન્ય સરેરાશ કરતા ૧.૧ ડિગ્રી ઓછું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *