Morbi,તા.03
માળિયા (મી.) શહેરમાં વિકાસના કાર્યો થતા ના હોય અને પ્રજા અનેકવિધ સુવિધાઓથી વંચિત હોવાથી સામાજિક આગેવાન ઝુલ્ફીકાર સંધવાણી દ્વારા ગત ૨૪ ફેબ્રુઆરીથી ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યા હતા અને રવિવારે સાંજે ઉપવાસીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
માળિયાના પ્રશ્નો અંગે આમરણાંત ઉપવાસ શરુ કરનાર ઝુલ્ફીકાર સંધવાણીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પ્રાણ પ્રશ્નો અંગે ઉપવાસ કરવા છતાં તંત્રએ કોઈ દરકાર લીધી ના હતી જેથી નગરમાં રોષ ભભૂક્યો હતો અને વેપારીઓ ઉપવાસ કરનારના સમર્થનમાં ઉતરી આવ્યા હતા જેને પગલે આજે બપોર બાદ માળિયાની બજારો સજ્જડ બંધ રહી હતી માળિયાની બજારોમાં કર્ફ્યું જેવો માહોલ જોવા મળ્યો હતો આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ માળિયા તાલુકો પછાત જોવા મળે છે મોરબી જીલ્લો ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં જીલ્લાનો માળિયા તાલુકો વર્ષોથી અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે અને નેતાઓએ ક્યારેય માળિયાના વિકાસ માટે ધ્યાન ના આપ્યું હોવાના આક્ષેપો પણ નગરજનો કરી રહ્યા છે