New Delhi,તા.3
કલેમ ચુકવવામાં હેલ્થ ઈુસ્યોરન્સ કંપનીઓ જાણી જોઈને મોડુ કરતી હોવાનું એક સર્વેમાં બહાર આવ્યું છે. હેલ્થ ઈુસ્યોરન્સ કંપનીઓએ નાણાકીય વર્ષ 2024 દરમ્યાન રજીસ્ટર્ડ અન આઉટ સ્ટેન્ડીંગ 1.2 લાખ કરોડ રૂપિયાના દાવામાંથી માત્ર 71.3 ટકાનું પેમેન્ટ કર્યું છે.
કલેમ સાથે જોડાયેલ સવાલોને લઈને લોકલ સર્કલ્સે એક દાવો કર્યો હતો.
ઓછા પૈસા માટે લોકો તૈયાર થઈ જાય છે,કંપની મોડૂ કરે છે?
જેમાં 47 ટકાએ હા પાડેલી 34 ટકાએ કહેલુ ના. 7 ટકાએ કહેલુ જરૂરી નથી જયારે 12 ટકાએ કહેલુ ખબર નથી આ સર્વેમાં 27371 લોકો સામેલ હતા.
હોસ્પીટલમાંથી રજા બાદ પેમેન્ટમાં કેટલો સમય લાગ્યો?
♦ 21 ટકામાં 24 થી 48 કલાક,
♦ 12 ટકામાં 12 થી 24 કલાક
♦ 14 ટકામાં 9 થી 12 કલાક
♦ 21 ટકામાં 3 થી 6 કલાક
અને 8 ટકામાં તરત પેમેન્ટ મળ્યુ હતું. સર્વેમાં 30366 લોકો સામેલ હતા.
છેલ્લા ત્રણ વર્ષમાં શું થયુ?
20 ટકા અમાન્ય કારણે કલેમ રિજેકટ થયેલા 16 ટકા પુરી રીતે રીજેકટ થયેલા, 36 ટકા આંશીક રીતે મંજુર થયેલા અને અમાન્ય કારણે રિજેકટ થયેલા 25 ટકા કલેમ પુરી રીતે મંજુર થયેલ જયારે 6 ટકા પુરી રીતે મંજુર થયેલા પણ અનેક પ્રયાસો બાદ સર્વેમાં 28700 લોકો સામેલ હતા.