Junagadh,તા.૨૨
જૂનાગઢનાં ભેંસાણની સરકારી વિનયન કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીને સચિન પીઠડિયાએ બિભત્સ મેસેજ કરી કોલેજના ઇન્ટર્નલ માર્ક ઓછા આપવાની ધમકી આપતા આખરે પ્રિન્સિપાલને જાણ કરી હતી, આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે તેમજ પોલીસ સુધી વિવાદ પહોંચતા પ્રોફેસરનું સમાધાન થઈ ગયું હોવાનું રટણ કરતો જોવા મળ્યો છે.
જૂનાગઢ જીલ્લામાં ભેંસાણ તાલુકાની આર્ટ્સ શાખાની સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આસિસ્ટન્ટ પ્રોફેસર સચીન પીઠડિયાએ બિભત્સ મેસેજ કર્યું હોવાની પ્રિન્સિપાલને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, મેસેજમાં કહ્યું..કાલે બોલાવી હતી તો કેમ ન આવી ? કોલેજના ઇન્ટર્નલ માર્ક ઓછા આપવાની આસિસ્ટન્ટ પ્રોફેસરે ધમકી પણ આપી હતી. આસિ. પ્રોફેસરે સો.મીડિયા પર વિદ્યાર્થિનીની છેડતી કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીએ ફરિયાદ કરતા જણાવ્યું કે, માર્કસ જોઈએ છે ને..તેવા પણ મેસેજ કર્યા હતા.
કોલેજની વિદ્યાર્થીનીઓએ ભયભીત થતાં સમગ્ર મામલે પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થિનીની છેડતીનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે આસિ. પ્રોફેસરનું સમગ્ર મામલે સમાધાન થઈ ગયું હોવાનું રટણ કરતો રહ્યો છે. આ મામલેે ઝડપથી વિદ્યાર્થિનીઓને ન્યાય મળે તેમ વાલીઓએ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.
થોડા દિવસો અગાઉ અમદાવાદ શહેરમાં લો ગાર્ડન વિસ્તારમાં આવેલી જીએલએસ યુનિવર્સિટી કેમ્પસમાં એસએમપીઆઇસી કોલેજના પ્રોફેસર ચાર મહિનાથી વિદ્યાર્થીને મેસેજ કરી રહ્યા હતા. એટલું જ નહીં, તે વિદ્યાર્થીને પોતાની સાથે આવવા માટે મેસેજ પણ કરી રહ્યો હતો. આનાથી કંટાળીને, વિદ્યાર્થીએ કોલેજમાં ફરિયાદ કરી અને પ્રોફેસર ભાવિક સ્વાદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીને પ્રોફેસર ભાવિક નામનું એકાઉન્ટ છેલ્લા ચાર મહિનાથી વોટ્સએપ દ્વારા મેસેજ કરી રહ્યાં હતાં, જેમાં ફોટા અને વીડિયોની બિભત્સ માંગણી કરવામાં આવી હતી અને તેણીને તેની સાથે કોઈ અવાવરૂ જગ્યાએ આવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, વિદ્યાર્થીએ બધા મેસેજનેે અવગણતી હતી. વિદ્યાર્થીએ આ બાબતે કોલેજ પ્રશાસનને સંપૂર્ણ પુરાવા સાથે ફરિયાદ કરી હતી અને કોલેજે પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા હતા.