Harsha Richaria નું મૌની અમાવસ્યાનું શાહી સ્નાન ફરી વિવાદોમાં

Share:

Prayagraj,તા.21
મહાકુંભમાં, પ્રથમ અમૃત સ્નાન ઉત્સવ દરમિયાન મોડેલ હર્ષા રિછારિયાને ભગવા પોશાકમાં શાહી સવારી અને સ્નાન આપવાનો વિવાદ શમ્યો ન હતો જ્યારે બીજા અમૃત સ્નાનમાં હર્ષાને તેનાં રથમાં સ્નાન કરાવવાનું નિવેદન બહાર આવતાં વિવાદ વધ્યો છે.

વિવાદો અને સોશિયલ મીડિયા પ્રભાવક હર્ષા રિછારિયા વચ્ચેનાં સંબંધો વધુ મજબૂત થઈ રહ્યાં છે. મહાકુંભમાંથી પરત ફરેલા હર્ષા રિછારીયા 19 જાન્યુઆરીએ મહાકુંભના નિરંજની અખાડામાં અચાનક દેખાયાં હતાં. નિરંજની અખાડાના સેક્રેટરી મહંત રવિન્દ્ર પુરી પણ તેમની સાથે હતાં. રવિન્દ્ર પુરીએ હર્ષા રિછારિયાનું સન્માન કર્યું અને એમ કહીને પ્રોત્સાહિત કર્યા કે આગામી અમૃત સ્નાનમાં તેઓ તેમને પોતાનાં રથ પર બેસાડશે અને શાહી સ્નાન કરાવશે તેમ જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતાં રવિન્દ્ર પુરી ખૂબ જ ભાવુક થઈ ગયાં હતાં. તેઓ વારંવાર હર્ષાને ઉત્તરાખંડ અને દુર્ગાની પુત્રીનો દરજ્જો આપતાં હતાં. તેઓ કહેતાં હતાં કે તમે દેવી જેવાં છો, તેઓ તમને રાજવી રથમાં બેસાડીને સ્નાન કરાવશે. આનાથી જ્ઞાત-અજાણે કરેલાં પાપોનું પ્રાયશ્ર્ચિત થશે. તે એક વાસ્તવિક દેવી છે. 

રવિન્દ્ર પુરીના નિવેદન પર સંતોનો હોબાળો :-
નિરંજની અખાડાના સચિવ અને અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીના આ નિવેદન પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. નિરંજની અખાડાના પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયા પ્રભાવક હર્ષા રિછારિયાને ફરીથી શાહી રથ પર સંગમમાં લઈ જવાની જાહેરાત બાદ શાંભવી પીઠાધીશ્વર સ્વામી આનંદ સ્વરૂપે કહ્યું કે મહંત રવિન્દ્ર પુરીએ આવું પગલું ન ભરવું જોઈએ. તેઓ અખાડા પરિષદના પ્રમુખ છે અને સનાતન ધર્મની રક્ષાની જવાબદારી તેમનાં પર છે. આવી સ્થિતિમાં, તેઓએ મોડેલને ફરીથી શાહી રથ પર સવાર કરવાનો તેમનો ઇરાદો છોડી દેવો જોઈએ.

રિચારિયાએ મીડિયાને  કહ્યું :-
 “હું મારા મહારાજજીના ઘરે આવી છું. જો તેઓ મને આશીર્વાદ આપતાં હોય તો મને બીજા કોઈ આધારની જરૂર નથી. જો દીકરીને તેના પિતાનો સાથ મળે તો તેને બીજું શું જોઈએ ? હું અહીં સનાતન ધર્મને જાણવા માટે અને તેની સાથે જોડાવા માટે આવી છું, જેથી હું સમાજમાં તેનાં વિશે જાગૃતિ ફેલાવી શકું. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *