Hardik Pandya થયો ભાવુક: પુત્ર અગસ્ત્યના જન્મ દિને જ તેની સાથે નથી

Share:

New Delhi, તા.30

હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડાની જાહેરાતના એક દિવસ પહેલા નતાશા તેના પુત્રને લઈને તેના દેશ સર્બિયા જતી રહી હતી. હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. આઇપીએલના સમયથી જ બન્ને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા હતા. જો કે છૂટાછેડાની પોસ્ટમાં, બન્નેએ લખ્યું હતું કે, તેઓ તેમના પુત્ર અગસ્ત્યની સાથે મળીને સંભાળ(કો-પેરેન્ટિંગ) કરશે.

હાર્દિકના પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ

હાર્દિક પંડ્યાએ પોતાના પુત્રના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. જેમાં તે તેના પુત્ર સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. અને પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ તું મને દરરોજ આગળ વધવામાં મદદ કરે છે, મારા પાર્ટનર-ઇન-ક્રાઇમને જન્મ દિવસની શુભકામનાઓ, મારું પૂરું દિલ, મારો અગૂ હું તને શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેટલો પ્રેમ કરું છું.’

પુત્ર સાથે નતાશા સર્બિયામાં ફરી રહી છે

હાર્દિક પંડ્યા સાથેના છૂટાછેડાની ઘોષણાના એક દિવસ પહેલાં નતાશા પોતાના દેશ સર્બિયા જતી રહી હતી. તે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. તે સમયે તેનો પુત્ર અગસ્ત્ય તેની સાથે જ હતો. હજી સુધી તેના ભારત પરત ફરવાના કોઈ સમાચાર નથી. થોડા દિવસો પહેલા નતાશા તેના પુત્ર સાથે પાર્કમાં ફરવા ગઈ હતી. તેણે તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેના પર હાર્દિક પંડ્યાએ કોમેન્ટ પણ કરી હતી.

શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં હાર્દિક નહીં રમે

હાર્દિક પંડ્યા અત્યારે ભારતીય ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. બન્ને ટીમ વચ્ચે T20 સીરિઝની અંતિમ મેચ આજે રમાશે. અને પછી 2 ઑગસ્ટથી વનડે સીરિઝની શરુઆત થશે. હાર્દિકે વ્યક્તિગત કારણોથી બીસીસીઆઈ પાસે રજા લીધી હતી. આજ કારણથી હાર્દિક વનડે સીરિઝમાં રમશે નહી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *