Dubai,તા.24
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ પાકિસ્તાન સામેનાં મેચમાં નવુ સીમાચીન્હ સર્જયુ હતું અને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટ લેનારા બોલરોની કલબમાં જોડાયો હતો.
સ્ફોટક બેટીંગ તથા અસરકારક બોલીંગથી જાણીતા હાર્દિક પંડયાએ જ ગઈકાલનાં મેચમાં બાબરને આઉટ કરીને પાકિસ્તાનની પ્રથમ વિકેટ ખેડવી હતી. ત્યારબાદ પાક વતી ઝીંક ઝીલનાર એકમાત્ર બેટર સૌ સાકીલને આઉટ કર્યો હતો.આ સાથે હાર્દિકે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટ પુરી કરી હતી.
216 આંતર રાષ્ટ્રીય મેચમાં તેની 200 વિકેટ થઈ છે. 10 ટેસ્ટમાં 17, 91 વન-ડેમાં 89 તથા 104 ટી-20 મેચોમાં તેની 94 વિકેટ છે.સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોમાં તેનો 24 મો ક્રમ છે.