Hardeep Singh Nijjar murder case માં ભારતે કેનેડા પાસે નક્કર પુરાવા માગ્યા

Share:

ભારતે જણાવ્યું છે કે વડાપ્રધાન ટ્રૂડો ભારત સરકાર સામે કોઈ પણ પુરાવા વગર બેફામ આરોપો મુકી ન શકે

Canada, તા.૧૩

કેનેડા સ્થિત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધો ખરાબ થયા છે અને કેનેડાએ આ હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ ભારતે પોતાની સામેના આરોપોનો આકરો જવાબ આપ્યો છે અને કેનેડાને પુરાવા સોંપવા માટે જણાવ્યું છે.

ભારતે જણાવ્યું છે કે વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ભારત સરકાર સામે કોઈ પણ પુરાવા વગર બેફામ આરોપો મુકી ન શકે. આ ઉપરાંત કેનેડા તપાસકર્તા એજન્સીઓને કોઈ રાજકીય સૂચના પણ ન આપી શકે અને કોઈને ટાર્ગેટ પણ બનાવી ન શકે. કેનેડાના વડાપ્રધાને પોતાની સંસદમાં ભારત સામે આરોપ મૂક્યા ત્યારે પણ ભારતે કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારત સામેલ હોવા અંગે નક્કર પુરાવા સોંપવામાં આવે. પરંતુ હજુ સુધીમાં કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી.

એક મીડિયા અહેવાલ પ્રમાણે ગયા શનિવારે ભારતે એક ત્રીજા દેશમાં યોજાયેલી મિટિંગમાં કેનેડાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત પર જે આરોપો મુકવામાં આવ્યા છે તેના પૂરાવા રજુ કરવા જરૂરી છે. કેનેડાના વડાપ્રધાન જે વાત કરી છે તે ત્યાંની તપાસ એજન્સીની વાત કરતા સાવ અલગ છે. તપાસ એજન્સીનું કહેવું છે કે ખાલીસ્તાન ટાઈગર ફોર્સના નેતાની હત્યાના કેસમાં હજુ તપાસ બાકી છે.

ભારતે એવું પણ સ્પષ્ટ કહ્યું છે કે તપાસકર્તા એજન્સીઓને રાજકીય દિશાનિર્દેશ આપવો એ ગુનો છે. ૧૧ ઓક્ટોબરે એસિયાન સમિટ વખતે જસ્ટિન ટ્રૂડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમનેસામને આવી ગયા હતા. કેનેડિયન મીડિયાનો અહેવાલ કહે છેકે મોદી અને ટ્રૂડો વચ્ચે ટૂંકી વાતચીત થઈ હતી. પરંતુ ભારતીય મીડિયા મુજબ મોદીએ ટ્રૂડોને જણાવ્યું હતું કે ચર્ચા કરવા માટે આ યોગ્ય જગ્યા કે સમય ન હતો.

ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો કોઈપણ પુરાવા રજૂ કર્યા વિના આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે મોદી સરકાર પર પાયાવિહોણા આરોપો ન લગાવી શકે કરી શકે નહીં. ૧૨ ઓક્ટોબરે ભારતના ટોચના સુરક્ષા અધિકારીઓએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સરકારના અધિકારી સાથે મુલાકાત કરી હતી. તેમાં ભારત સરકારે કહ્યું છે કે, તપાસ એજન્સી આરસીએમપીના આરોપો ખોટા છે.

રિપોર્ટ્‌સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બંને નેતાઓએ હાથ પણ નહોતા મિલાવ્યા. કેનેડામાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ખાલિસ્તાની વોટ બેંક પર જસ્ટિન ટ્રૂડોએ આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે. વરિષ્ઠ ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ભારત પાસે આ મામલે છુપાવવા માટે કંઈ નથી. ટ્રૂડો સરકારે ભારતને બદનામ કરવાના કારણો જણાવવા જોઈએ. આ ઉપરાંત ભારતીય અધિકારીઓએ ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *