Morbi,તા.04
મામલતદારે ઉપવાસીને પારણા કરાવ્યા
માળિયાના વિવિધ પ્રશ્નો અન્વયે સામાજિક કાર્યકરે ઉપવાસ આંદોલન શરુ કર્યા હતા અને તબિયત લથડી હતી ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને પ્રશ્નોની ખાતરી આપતા સામાજિક કાર્યકરે પારણા કર્યા હતા અને ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે
સામાજિક કાર્યકર જુલ્ફીકાર સંધવાણીએ માળિયા (મી.) શહેરના પાંચ પ્રશ્નો જેવા કે બસ સ્ટેશન નિર્માણ, ધો. ૧૦ બોર્ડ પરીક્ષા કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ સ્ટાફ કવાર્ટર બનાવવા અને ખાલી જગ્યાઓ ભરવી, મામલતદાર કચેરી નવી બનાવવી અને રેલ્વે સ્ટેશને ટ્રેનોના સ્ટોપેજ સહિતના પ્રશ્ને ગત તા. ૨૪ ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ શરુ કર્યા હતા અને તા. 03 ના રોજ તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેને પગલે માળિયામાં વેપારીઓએ રોષપૂર્ણ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે તંત્ર આખરે ઝૂક્યું છે માળિયા મામલતદારે તમામ માંગણીઓ સ્વીકારવાની લેખિત ખાતરી આપી હતી જેથી ઉપવાસીએ પારણા કરી લીધા છે અને આંદોલનનો અંત આવ્યો છે