Gujarat માં હજુ અઠવાડિયું ‘તાંડવ’ કરશે વરસાદ, ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું

Share:

Gujarat,તા.29

ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સર્વત્ર રાજ્યમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરા, સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજી સુધી ઓસર્યા નથી. અનેક જિલ્લામાં પુરની સ્થિતિમાં એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે.

હવામાન વિભાગે ગુજરાતના 11 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ પીએમ મોદીએ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. દરમિયાન, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ગુરુવારે દેવભૂમિ દ્વારકામાંથી ચાર લોકોને બચાવ્યા હતા. ગુજરાતમાં વરસાદના કારણે અત્યારસુધી લગભગ 28 લોકોના મોત નીપજ્યા છે. તેમજ અન્ય ઘણા ગુમ હોવાની ફરિયાદો પણ નોંધાઈ છે. આગામી છ દિવસમાં વરસાદનો કેવો માહોલ રહેશે આવો જાણીએ…

ગુજરાતમાં હજુ અઠવાડિયું 'તાંડવ' કરશે વરસાદ, જાણો ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું 2 - image

ગુજરાતમાં હજુ અઠવાડિયું 'તાંડવ' કરશે વરસાદ, જાણો ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું 3 - image

30 ઓગસ્ટ, 2024: આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ગીર-સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ સાથે ગ્રીન એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં હજુ અઠવાડિયું 'તાંડવ' કરશે વરસાદ, જાણો ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું 4 - image

31 ઓગસ્ટ, 2024: આગામી 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો એલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ગ્રીન એલર્ટ રહેશે.

ગુજરાતમાં હજુ અઠવાડિયું 'તાંડવ' કરશે વરસાદ, જાણો ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું 5 - image

1 સપ્ટેમ્બર, 2024: 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે અને અમુક જિલ્લામાં ભારે વરસાદ રહેશે.

ગુજરાતમાં હજુ અઠવાડિયું 'તાંડવ' કરશે વરસાદ, જાણો ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું 6 - image

2 સપ્ટેમ્બર, 2024:  બીજી સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વસરસાદ થવાની આગાહી છે.

ગુજરાતમાં હજુ અઠવાડિયું 'તાંડવ' કરશે વરસાદ, જાણો ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું 7 - image

3 સપ્ટેમ્બર, 2024: ગુજરાત રાજ્યમાં દીવ,નવસારી, વલસાડ,  દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં છુટોછવાયેલો સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *