Gujarat High Court ના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના બે મોબાઈલની ચોરી

Share:

Dehradun .30
દહેરાદૂનમાં વિવાહ પ્રસંગે આવેલા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના બે આઈફોન મોબાઈલની ચોરી થઈ ગઈ છે.26 જાન્યુઆરીએ ફુટ હિલ ગાર્ડન, ન્યુ મસૂરી રોડ, માલસી, દહેરાદૂન ખાતે વિવાહ પ્રસંગે આવેલા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના બે આઈફોન બપોરે 4.45 થી 5.15 દરમિયાન ચોરાયો હતો.

આ ફોનમાં એક ફોન ખુદ ચીફ જસ્ટીસના નામે હતો અને બીજો રજીસ્ટ્રાર જનરલ કાર્યાલયથી ખરીદાયો હતો. ચોરીના બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અજ્ઞાત આરોપીઓ સામે ચોરીનો કેસ દાખલ કર્યો હતો. આસપાસના સીસીટીવી ફુટેજ ફંફોસવામાં આવી રહ્યા છે. સર્વિલાન્સના માધ્યમથી પણ તસ્કરની તલાશ થઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *